Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

રાજપીપળા કરજણ બ્રિજથી સ્મશાનભૂમિ સુધીના માર્ગે સંરક્ષણ દિવાલ બનાવવામાં ભરૂચ સંસદનીમુખ્યમંત્રી રૂપાણીને રજુઆત

છેલ્લા દસ વર્ષથી આ ધોવાણ અટકાવવા માટે વારંવાર રજૂઆતો થઈ છે પરંતુ કોઈ સંતોષકારક પરિણામ આવ્યું નથી તેથી રાજપીપળાની પ્રજા ખુબ જ નારાજ છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભરૂચ સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખી રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ રાજપીપળા શહેર એક ઐતિહાસિક શહેર છે.જેની મીની કાશ્મીર તરીકેની ઓળખ છે.આ શહેરના કરજણ નદી કિનારાના વિસ્તાર જયાં વર્ષો જૂના અખાડા આવેલા છે,તથા ૦૨ થી ૦૩ પૌરાણિક મહાદેવના મંદિર પણ આવેલા છે. નજીકમાં રાજપીપળા શહેરીજનોનું સ્મશાન પણ છે.તેમજ એરોડ્રામની જમીન પણ છે.આ વિસ્તારમાં ખેડૂતોની ફળદ્રુપ જમીનો આવેલી છે.ભારે વરસાદના કારણે કરજણ ડેમનું વધારાનું પાણી જયારે જયારે છોડવામાં આવે છે ત્યારે ભારે પ્રમાણમાં ખેડૂતોની જમીનનું ધોવાણ થાય છે.રાજપીપળા શહેરના પાછળના ભાગનો રસ્તો આ ધોવાણના કારણે તૂટી રહ્યો છે,

   ઉપરોક્ત બતાવેલા સ્થાનો સ્મશાન ભૂમિ સહિત ભારે ધોવાણના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઇ રહી છે , છેલ્લા દસ વર્ષથી આ ધોવાણ અટકાવવા માટે વારંવાર રજૂઆતો થઈ છે પરંતુ કોઈ સંતોષકારક પરિણામ આવ્યું નથી તેથી રાજપીપળા ની પ્રજા ખુબ જ નારાજ છે તેથી ખાસ કિસ્સામાં કરજણ બ્રિજ થી સ્મશાન સુધીની અડધા કિલોમીટર જેટલી સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તે માટે યોગ્ય ઘટતું કરવા સીએમ ને રજુઆત કરાઇ છે.

(10:43 pm IST)