Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

માસ પ્રમોશન આપવા બાબતે હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી: જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગર : છેલ્લા બે દિવસથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન આપવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ સમાચાર અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, માસ પ્રમોશન આપવા બાબતે કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી. તેથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવે છે. ધોરણ 1 થી આ8માં માસ પ્રમોશન અંગે હાલ કોઇ વિચારણા નથી. ત્યારે રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર કહી શકાય.

(3:04 pm IST)
  • દમણ પ્રશાસને ગરબાની આપી મંજૂરી: ગરબા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર: મંજુરી બાદ દમણ માં થઈ શકશો ગરબા access_time 6:14 pm IST

  • બિહારમાં ભાજપને જેડીયુ કરતા વધુ સીટ મળે તો પણ મુખ્યમંત્રી નીતીશકુમાર જ બનશે : હોમ મિનિસ્ટર તથા ભાજપ પૂર્વ અધ્યક્ષ અમિત શાહની સ્પષ્ટતા access_time 8:06 pm IST

  • આસામના તમામ સરકારી મદ્રેસા સ્કૂલોમાં ફેરવાશે : પ્રાઇવેટ મદ્રેસાને કોઈ અસર નહીં થાય : મદ્રેસા બંધ કરવા મામલે થયેલી બબાલ બાદ શિક્ષણ મંત્રી હેમંત બિસવાની ઘોષણાં access_time 7:25 pm IST