Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

વલસાડ ડુંગરી નજીકમાં આવેલી બાલાજી વેફર કંપની સામે સુરત જતા હાઇવે રોડ ઉપર મોડી રાત્રે મુંબઈ સુરત તરફ જઈ રહેલા કન્ટેનરના બોનેટમાં આગ લાગી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ નજીકમાં આવેલ ડુંગરી બાલાજી વેફર કંપની પાસે નેશનલ હાઇવે નમ્બર 48 ઉપર મુંબઈ તરફથી સુરત જતા માર્ગ ઉપર વહેલી પરોઢિયે એક કન્ટેનર યાનના દોરાઓ ભરી ને જઈ રહ્યું હતું ત્યારે કન્ટેનરના કેબિનમાં અચાનક ધુમાડો નીકળવા મંડતા કન્ટેનર ચાલકે પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને હજુ કાઈ સમજે તે પહેલાં કેબિન માં આગ પકડી લેતા ચલાક કેબિન માંથી ઝંપલાવ્યું હતું અને કન્ટેનર હાઇવે ઉપર આગળ જઈ પલટી મારી ગયું હતું અને અચાનક આગ પકડી લીધી હતી    

  જોકે આ ઘટનામાં કોઈ જાનહાની બની ન હતી પરંતુ કન્ટેનર પલટી જતા તેમાં ભરેલ મોટા ભાગનો ભરેલો સામાન બહાર રોડ ઉપર વિખેરાયો હતો હાઇવે ઉપર બરાબર વચ્ચે કન્ટેનર પલટી મારી ને આગ લાગતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સુરત તરફ જતા માર્ગ ઉપર એક કિમિ લાંબી વાહનો ની કતાર લાગી ગઈ હતી. વહેલી સવારે અચાનક બનેલી ઘટના ને પગલે જિલ્લા ત્રાફિક પોલીસ ની ટિમ નો કાફલો સ્થળ ઉપર પોહચી ગયો હતો અને બે ક્રેન ની મદદ વડે હાઇવે ખુલ્લો કરવમાં આવ્યા બાદ ત્રાફિક હળવો થયો હતો.

(7:50 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 61,714 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 74,92,548 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,83,131 થયા : વધુ 72,339 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 65,94,155 રિકવર થયા : વધુ 1031 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,14,064 થયો access_time 12:44 am IST

  • દમણ પ્રશાસને ગરબાની આપી મંજૂરી: ગરબા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર: મંજુરી બાદ દમણ માં થઈ શકશો ગરબા access_time 6:14 pm IST

  • બિહારમાં ભાજપને જેડીયુ કરતા વધુ સીટ મળે તો પણ મુખ્યમંત્રી નીતીશકુમાર જ બનશે : હોમ મિનિસ્ટર તથા ભાજપ પૂર્વ અધ્યક્ષ અમિત શાહની સ્પષ્ટતા access_time 8:06 pm IST