Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

અંબાજી : શ્રદ્ધાળુ ભાન ભુલ્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

અંબાજીમાં યાત્રિકોનો ભારે ઘસારો : ભીડ સમાચાર મળતા વહીવટદાર સ્ટાફ સાથે મંદિર આગળ પહોચ્યા હતા ભીડને કંટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા

અંબાજી,તા.૧૮ : ગુજરાતના મોટા બે મંદિરો નવરાત્રી દરમિયાન દર્શનાર્થે બંધ રખાતા યાત્રાધામ અંબાજી માં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે આજે નવરાત્રીનો બીજો દિવસ અને રવિવાર છે જેને લઈ અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા હતા ને કોરોના નો ડર જ ન હોય તે રીતે સોશ્યિલ ડિસ્ટન્સ માં ધજાગરા ઉડાવ્યા હતા. હાલ તબક્કે અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન કોરોનાની મહામારીના કારણે રાજ્યભરમાં ગરબા બંધ રાખવાની ફરજ પડી છે ત્યારે દર્શનાર્થીઓને પૂરતો દર્શનનો લાભ મળે તે માટે અંબાજીમાં મંદિરમાં દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે પણ અંબાજી આવતા યાત્રિકો ને જાણે કોરોના નો સહેજ પણ ડર ન હોય તેમ મો ઉપર માસ્ક વગર અને ટોળા સ્વરૂપે મંદિરે જતા નજરે પડ્યા હતા.

              જેમાં મહીલાઓ, નાના બાળકોને વ્રુધ્ધોની ભારે ભીડ ઉમટી પડી હતી ને યાત્રીકો જણાવી રહ્યા છે કે કોરોના છેજ નહી કોરોના કોરોના કરી છ મહીના થી હેરાન કરી રાખ્યા છે ને આતો મંદિર ખુલ્લુ છે એટલે આવ્યા છે ને જો મંદિર બંધ હોત તો કોઈ ન આવત. જોકે આ ભીડ સમાચાર મળતા મંદિરના વહીવટદાર પોતે સ્ટાફ સાથે મંદિર આગળ પહોંચી ભીડ સ્થળે પહોચ્યા હતા ભીડને કંટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા ને હાલ તબક્કે આ ભીડ જોતા દર્શનાર્થીઓની આજની ભીડ જોતા મંદિરના દર્શનના સમયમાં વધારો કરવા પણ વહીવટદાર એ જણાવ્યું હતું જોકે હજી વધુ ભીડ વધશે તો મંદિર બંધ પણ થઈ શકે છે તેવા સંકેતો વહીવટદાર એસ જે ચાવડાએ આપ્યા છે. નવરાત્રીમાં મા દુર્ગાના આ નવ સ્વરૂપોની થાય છે પૂજા, તમામ દેવીઓનું છે ખાસ મહત્વનવરાત્રીમાં મા દુર્ગાના આ નવ સ્વરૂપોની થાય છે પૂજા, તમામ દેવીઓનું છે ખાસ મહત્વ આગામી દુર્ગાષ્ટમીના દિવસે મોટી સંખ્યાના શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છે ને રાજસ્થાન તરફ થી આઠમ ના દિવસે શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી અંબાજી પહોંચતા હોય છે તેવા માં કોરોનાનું સંક્રમણ વધુ ન થાય તે માટે વહીવટી તંત્ર આગોતરું આયોજન કરે તે પણ જરૂરી બન્યું છે.

(9:22 pm IST)