Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

નર્મદા પોલીસ તથા આરટીઓના સંયુકત ઉપક્રમે 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે રેલી યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.18 જાન્યુઆરીથી તા.17 ફેબ્રુઆરી દરમિયાન એક મહિના દરમિયાન નર્મદા જિલ્લા પોલીસ તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના સંયુકત ઉપક્રમે 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કાર્યક્મ ની આજથી શરૂઆત થઈ જેમાં પહેલા દિવસે રાજપીપળા સૂર્ય દરવાજા ખાતેથી એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીને ડીવાયએસપી રાજેશ પરમાર, આર ટી ઓ વી.ડી.આસલ ટ્રાફિક પીએસઆઇ ગલચર સહિતઓ એ લીલી ઝડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.રેલી માં જોડાયેલા પોલીસ,ટ્રાફિક બ્રિગેડ સહિતના કર્મીઓ હાથમાં જાગૃતિના બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગ પર રેલીમાં ફર્યા હતા ત્યારબાદ ટાઉન હોલ ખાતે તેનું સમાપન થયું હતું જ્યાં ટાઉનહોલમાં એક જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં નર્મદા પોલીસ વડા હિમકરસિંહ, આરટીઓ અધિકારીઓ,પોલીસ સ્ટાફ, ટ્રાફિક બ્રિગેડ સ્ટાફ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(12:36 am IST)