Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ગરુડેશ્વર તાલુકામાં કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા રાજ્ય સરકારના વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ ગુજરાત સરકારના વન અને આદિજાતિના મંત્રી રમણ ભાઇ પાટકરે કરાવ્યો હતો.આ યોજના થકી ખેડૂતોને હવે દિવસે પણ વીજળી મળશે જેને લઇને ખેડૂતોની ખેતી પણ સારી થશે તેમજ ખેત ઉત્પાદન પણ વધશે તથા રાત્રીના જે ઉજાગરા કરવા પડતા હતા તે પણ હવે બંધ થશે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે.

આ કાર્યક્રમમાં તેઓની સાથે પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી તથા નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા બાળ આયોગ વિકાસના ચેરમેન  ભારતીબેન તડવી સાથે નર્મદા જિલ્લા પંચાયત સદસ્ય  શારદાબેન તડવી, પી કે તડવી, સાથે મોટી સંખ્યામાં હોદ્દેદારો તથા ગરૂડેશ્વર તાલુકાના ખેડૂતો તેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત મહેમાનો એ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું.

(12:48 am IST)