Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ખેડૂત હિતનો વધુ એક ઐતિહાસિક નિર્ણય : મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત

રાજ્યમાં બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીને વધુ પ્રોત્સાહન આપી ખેડૂતની આવક બમણી કરવાની દિશામાં વિજયભાઇનું વધુ એક નક્કર કદમ

૩૦ વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે લીઝ પર અપાશે : ભાડાપટ્ટાની જમીન માટે પ્રથમ પાંચ વર્ષ સુધી કોઇ રેન્ટ-ભાડુ નહિ લેવાય : સમગ્ર રાજ્યમાં અંદાજે પ૦ હજાર એકર બિન ખેડવાણ વાળી જમીન ખેડવાણયુકત બનશે : બાગાયતી-ઔષધિય પાક ઉત્પાદનમાં વધારો થશે : પારદર્શી પદ્ધતિએ જમીન ફાળવણી માટે જમીનના બ્લોકની યાદી આઇ-ખેડૂત પોર્ટલ પર જાહેર થશે : પ્રોજેકટ માટે લીઝ ધારકોને આધુનિક ટેકનોલોજીયુકત ડ્રીપ-સ્પ્રીન્કલર-ફુવારા પદ્ધતિ માટે પ્રવર્તમાન ધોરણો મુજબ પ્રાયોરિટીમાં સહાય અપાશે : સબમર્શીબલ માટે સબસીડી : યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ-સુરેન્દ્રનગર-પાટણ-સાબરકાંઠા-બનાસકાંઠા પાંચ જિલ્લાનો સમાવેશ : જમીનના રૂપાંતરિત વેરામાંથી મુક્તિ અપાશે : ૬ વર્ષથી ૩૦ વર્ષ સુધી પ્રતિ એકર પ્રતિવર્ષ રૂ. ૧૦૦થી રૂ. પ૦૦નું ભાડુ લેવાશે : કૃષિવિષયક વીજજોડાણમાં પ્રાયોરિટી મળશે : લીઝ ધારક પોતાના સ્વ વપરાશ માટે જ સોલાર પેનલ-વીન્ડ મીલ લગાવી ઊર્જા ઉત્પાદન કરી શકશે : જમીન ફાળવણીનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને હાઇપાવર કમિટી કરશે

(4:34 pm IST)