Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

વડોદરાના ઓલ્ડ પાદરા વિસ્તારમાં ટેમ્પો ખરીદવા માટે લોન લઇ 1.5 કરોડની છેતરપિંડી આચરનાર પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી પ્રમુખસ્વામી નગર સોસાયટીમાં રહેતા રાજેશ ભાઈ પાટીલ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. જે.પી.રોડ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ ડીએમ એન્ટરપ્રાઇઝના માલિક મેહુલ પટણી ત્રણ આઈસર ટેમ્પો ખરીદી બાદ  ટેમ્પોને ટેન્કરમાં કન્વર્ટ કરવા માટે આવ્યા હતા અને આઇસર ટેમ્પોની ખરીદી કરવા માટે લોનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.  

ત્યારબાદ રજૂ કરવામાં આવેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરી ત્રણ આઇસર ટેમ્પો ખરીદવા 1.5 કરોડની લોન મંજૂર કરી આપી. આ લોન ડીએમ એન્ટરપ્રાઇઝના ભાગીદાર મેહુલ પટણી તેમજ તેમના પિતા અનિલ પટણીએ સંયુક્ત રીતે લીધી હતી. જેમાં જામીનદાર તરીકે કૃષ્ણ શેટી અને કૃણાલ પટણી રહ્યા હતા. તેમજ ત્રણેવ ટેમ્પોને  ટેન્કરમાં કન્વર્ટ કરવા માટે રિલેક્સ ટેકનો ફેબ કંપનીના ખાતામા રૂપિયા 27 લાખ અને વીજી ઓટોમોબાઇલ્સ કંપનીના ખાતામાં 78 લાખ જમા કરાવ્યા હતા.  

લોન મેળવી લીધા બાદ મેહુલભાઈએ વીજી ઓટોમોબાઇલ્સ કંપનીમાં આઈસર ટેમ્પોની ડિલિવરી આવી ગઇ હોવા છતાં ટેમ્પો લીધા ન હતા. અને રીલેક્સો  ટેકનો કંપનીના માલિક નિખિલ રાઠોડે રૂપિયા કંપનીને પરત કરવાની બદલે ડીએમ એન્ટરપ્રાઇઝના ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી. જે.પી.રોડ પોલીસે આ મામલે મેહુલ પટણી તેના પિતા અનિલ પટણી અને નિખીલ રાઠોડ વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:23 pm IST)