Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે અલુવા ગામની સીમમાં દરોડા પાડી હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી 56હજારનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર:જિલ્લામાં છેલ્લા થોડા સમયથી જુગારની બદી વધી રહી છે અને ખાસ કરીને  ગ્રામ્ય વિસ્તારોમાં બોરકુવા ઉપર કે ઝાડીઓમાં જુગાર રમાઈ રહયો છે ત્યારે પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરી જુગારના આવા ઠેકાણાં ઉપર દરોડા પાડવામાં આવી રહયા છે. કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અલુવા ગામની સીમમાં આવેલા બોરકુવા ઉપર કેટલાક શખ્સો ભેગા મળીને તીનપત્તીનો જુગાર રમી રહયા છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડીને આ સ્થળેથી સંજય મણીભાઈ પટેલ રહે.પ્રીત એપાર્ટમેન્ટ મકાન નં.૧૦૧ વાવોલબ્રીજેન્દ્રસિંગ રામેશ્વરસિંગ પટેલ રહે.સે-ર૬જીઆઈડીસી મકાન નં.એએફ/૭ગીરીશસિંહ ઉર્ફે સરપંચ રામાજી ડાભી રહે.મનહરનગર ખોરજ ડાભી કલોલપંકજભાઈ ઉર્ફે બાદશાહ ચુનીભાઈ પટેલ રહે.મુબારકપુર કલોલ અને અજયસિંહ જગદીશસિંહ ચાવડા રહે.મનહરનગર ખોરજડાભી કલોલને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી રોકડ રૃપિયા ૨૧૧૩૦પાંચ મોબાઈલ અને બાઈક મળી પ૬૬૩૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.

(5:27 pm IST)