Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

રાજપીપળા સબ જેલ પાસેનું બસ સ્ટેન્ડ ફરી શરૂ કરાવવા સ્થાનિકો વેપારીઓની કલેક્ટરને રજુઆત

રજવાડા સ્ટેટ સમયનું આ બસ સ્ટેન્ડ ચારેક મહિનાથી બસ સ્ટેન્ડ બંધ કરી દેતા સ્થાનિક વેપારીઓ અને મુસાફરોને ભારે તકલીફ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના મુખ્ય માર્ગ ઉપર આવેલા સબજેલ પાસેનું બસ સ્ટેન્ડ ચારેક મહિનાથી બંધ થતાં આવતા જતા મુસાફરોને ભારે મુશ્કેલી પડે છે માટે આ સ્ટેન્ડ ફરી ચાલુ કરાય તેવી સ્થાનિક વેપારીઓએ કલેક્ટરને લેખિત રજુઆત કરી છે.
           આ રજુઆતમાં સ્થાનિક વેપારી વિજયભાઈ રામી, અરુણભાઈ પાદરીયા સહીતનાઓએ જણાવ્યું છે કે રાજપીપળા સબજેલ પાસે રજવાડા સ્ટેટ સમયનું બસ સ્ટેન્ડ હતું ત્યાંથી આખા દિવસ દરમિયાન ઘણી બસોની અવર જવર હતી જેથી શહેરના મધ્યમાં આવેલું આ સ્ટેન્ડ મુસાફરો માટે આશીર્વાદ સમાન હતું પરંતુ ચારેક મહિનાથી આ બસ સ્ટેન્ડ બંધ કરી દેતા રાજપીપળા બજારમાંથી સામાન લઈ જતા ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને રીક્ષાનું ભાડું બગાડી એસટી ડેપો કે કાળા ઘોડા સ્ટેન્ડ ઉપર જવું પડતું હોવાથી ખાસ ઉંમરલાયક વ્યક્તિઓ કે મહિલાઓ ને તકલીફ પડે છે.મુખ્ય માર્ગ ઉપર ઉભી રહેતી લારીઓ ના કારણે પણ ટ્રાફિક સમસ્યા રહેતી હોય જે પોલીસ દૂર કરે જ છે.જ્યારે અગત્યની બાબત તો એ છે કે લોકડાઉનના કારણે લોકોના ધંધા રોજગારમાં ભારે મંદી હોય ઉપરથી આ ગામનું એકમાત્ર બસ સ્ટેન્ડ બંધ કરાતા સ્થાનિક વેપકરીઓના ધંધા પણ ભાંગી પડ્યા છે માટે એસટી ડેપોથી નીકળતી બસો અગાઉની જેમ સ્ટેશન રોડ પરથી પસાર થાય તેમ ઘટતું કરવા કલેક્ટર સહિત ડેપો મેનેજરને વેપારીઓ દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી છે.

(10:21 pm IST)