Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા નશામુક્ત અભિયાન હેઠળ માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા હાલમા નશામુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે જેમાં વિવિધ માર્ગદર્શક કાર્યક્રમો દ્વારા વ્યસન મુક્તિ માટે સમાજમા જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે અભયમ 181મહિલા હેલ્પલાઇન ભરૂચ તરફથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા ભરૂચના સહયોગથી તાલીમાર્થીઓ માટે વ્યસન મુક્તિ માટે જાગૃતિ સભર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
જેમાં અભયમ કાઉન્સેલરએ વ્યસનની સામાજિક અને પારિવારિક સબન્ધો પર થતી વિપરીત અસરો વિષે માહિતી આપી હતી, નશામુક્ત થી તંદુરસ્ત સમાજનું નિર્માણ શક્ય છે અભયમ 181મહિલા હેલ્પલાઇનમા વ્યસન કરી મહિલાઓને હેરાન કરતા  કેસના છણાવટ કરવામાં આવી હતી અને તાલીમાર્થીઓ કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેશે તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી અને નશામુક્ત સમાજનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કોઈપણ પ્રકારનું વ્યસન હોય તો વ્યસન મુક્તિ કેન્દ્ર મા સારવાર લેવા પણ જણાવાવમાં આવ્યું હતું 

(10:24 pm IST)