Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રાજપીપળા અને ડેડીયાપાડાના પ્રોહી.ના ગુનાના આરોપીને પાસામાં ધકેલતી નર્મદા એલ.સી.બી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ સખત અટકાયતી પગલા લેવાના સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.એ જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર અંકુશમાં લાવવા રાજપીપલા તથા ડેડીયાપાડા પો.સ્ટે . વિસ્તારમાં ગુના વિદેશી દારૂની હેરફેર તેમજ વેચાણ કરવાના ઇરાદે પકડાયેલ આરોપી ફીરોઝ ઉર્ફે ભંગારી લાલમહંમદ ઘોરી રહે . સીંધીવાડ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા પ્રવૃતિને ડામવા સારૂ પો. ઇન્સ. એલ. સી. બી.દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદાને મોકલતા સામાવાળા વિરૂધ્ધના ગુનાઓને ધ્યાને રાખી જીલ્લા મેજીસ્ટ્રેટ , નર્મદાએ પાસા હેઠળ અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવા હુકમ કરતા સામાવાળા ફીરોઝ ઉર્ફે ભંગારી લાલમહંમદ ઘોરી( રહે સીંધીવાડ રાજપીપલા જી.નર્મદા )ને એલ.સી.બી.પોલીસ સ્ટાફ દ્વારા પાસા હેઠળ અટક કરી પોલીસ જાપ્તા સાથે પાલનપુર જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

(10:10 pm IST)