Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ટીમ ઈન્ડિયાનું અમદાવાદમાં આગમનઃ નેટ પ્રેકટીસ શરૂ કરશે

મોટેરા સ્ટેડીયમ ખાતે કાલથી ઓફલાઈન ટિકિટોનું વેચાણઃ ૨૪મીએ સરદાર પટેલ સ્ટેડીયમ ખાતેથી ટિકિટ મળશે

તસ્વીરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, હાર્દિક પંડયા સહિતના સ્ટાર ક્રિકેટરો નજરે પડે છે. (તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી કાગડોળે રાહ જોઈ રહેલા ક્રિકેટ રસિકો માટે હવે મેચ નિહાળવા માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે  ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન થઈ ચુકયું છે. આગામી ૨૪ ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ શરૂ થવાની છે. તો સાથે જ T-20 ક્રિકેટ મેચમાં ખેલ રસિકોને ઇંગ્લેન્ડ અને ભારતની ધૂંઆધાર બેટિંગનો નજારો પણ જોવા મળશે. ક્રિકેટ ટીમોની નેટ પ્રેકિટસને ધ્યાનમાં રાખીને પણ પોલીસ દ્વારા ખાસ સુરક્ષાના ખાસ વ્યવસ્થા આવી છે.

ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા તા.૨૦થી ટિકિટનું ઓફલાઈન વેચાણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મોટેરા સ્ટેડિયમની બહાર આવેલી બોકસ ઓફિસ પરથી તમામ ક્રિકેટ પ્રેમીઓ સરળતાથી ટિકિટ મેળવી શકશે. ટિકિટોનું વેચાણ મોટા ભાગે થઈ ગયું હોવાથી, હવે જે કોઈ પણ દર્શકોને ટિકિટ લેવી હશે તેઓ ઓફફલાઈન ટિકિટ પણ લઈ શકશે. તેમજ મેચના દિવસે જો ટિકિટનો સ્ટોક હશે તો ૨૪મીએ મોટેરાને બદલે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતેથી મેળવી શકાશે.

(12:46 pm IST)