Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

દેડીયાપાડા પોલીસે મોસ્કુટ ગામની સીમમા જુગાર રમતા 4 ને ઝડપી લીધા : 2 જુગારિયાઓ ફરાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડાના મોસ્કુટ ગામની સીમમા જુગાર રમતા 4 ને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે અન્ય 2 જુગયારિયાઓ પોલીસ ને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.
  પ્રાપ્ત માહિતી અનુસાર મોસ્કુટ ગામની સીમમા હારજીતનો જુગાર રમી રમાડી વસંત આરસિંગભાઇ વસાવા રહે-મોસ્કુટ નંદલાલ ખાતરીયાભાઇ વસાવા( રહે- જુના ઉમરપાડા જી-સુરત,)ઉમેશ રમેશભાઇ વસાવા (રહે.જુના ઉમરપાડા જી. સુરત),તેમજ મથુર ખાલપાભાઇ વસાવા (રહે-ઉમરાણ તા-ડેડીયાપાડા ) રેડ દરમિયાન ઝડપાઇ ગયા હતા તેમની અંગ ઝડતી માથી રોકડા રૂ.૨૩૨૦ તથા દાવ ઉપરથી રોકડ રકમ રૂ.૨૦૦ મળી કૂલ રોકડા રૂ.૨૫૨૦ ના મુદ્દામાલ ઝડપી લીધા હતા જ્યારે પરેશ સોનીયાભાઇ વસાવા( રહે-મોસ્કુટ તા-ડેડીયાપાડા) અને દિપક દિનેશભાઇ વસાવા( રહે- ઉમરાણ તા-ડેડીયાપાડા ) પોલીસ ની રેઈડ દરમ્યાન નાસી છૂટ્યા હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:36 pm IST)