Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વડોદરામાં પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ રહીશોનો માટલાં ફોડી વિરોધ

ડભોઇ રિંગ રોડ પરની રાજ નગર સોસાયટીમાં પાણીની સમસ્યા :રજૂઆત કરવા છતાં નિરાકરણ નહિ આવતા ગૃહણીઓ વિફરી: ઉગ્ર આંદોલનની ચીમકી

વડોદરા: શહેરના ડભોઇ રિંગ રોડ પર આવેલી રાજ નગર સોસાયટીમાં છેલ્લાં ઘણાં સમયથી પાણીની સમસ્યા ઉદભવી છે. આ અંગે વિસ્તારના કાઉન્સેલર વોર્ડ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કમરતોડ વેરો ભરવા છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા આ વિસ્તારની મહિલાઓએ માટલાં ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

172 મકાનોની સોસાયટીમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિક રહીશોની સહનશીલતા ખૂટી પડી હતી. તંત્ર સામે નારાજ મહિલાઓએ વિરોધ નોંધાવી વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

(12:59 pm IST)