Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

બનાસકાંઠાના માવસારીમાં વિદેશી દારૂ અને પીકઅપ ગાડી સહીત 4 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોરખાનામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ 225 મળી

બનાસકાંઠા : જિલ્લામાં પોસીલે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 225 સાથે કુલ 4,03,720નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે દૈયપ પાસે આવતા એક મહિન્દ્રા ગાડી શકમંદ હાલતમાં લાગતા પોલીસે ગાડીની તપાસ કરી હતી.

તપાસ દરમિયાન ગાડીમાં ચોરખાનું બનાવેલું મળ્યું હતું. ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 225 કિંમત રૂપિયા 153720 તથા મહિન્દ્રા ગાડીની કિંમત રૂપિયા 2,50,000 મળી કુલ કિંમત રૂપિયા 4,03,720નો મુદ્દામાલ પોલીસે ઝડપ્યો હતો. ગાડીના ડ્રાઈવર વિરુદ્ધમાં માવસરી પોસ્ટે પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી

(1:02 pm IST)