Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મગફળી માટે ગયા વર્ષ કરતા ૧૫ હજાર જેટલી ઓછી નોંધણીઃ ૧૪પ ખરીદ કેન્દ્રો

રાજકોટ, તા., ૧૯: રાજય સરકાર દ્વારા નાગરીક પુરવઠા નિગમના ઉપક્રમે તા.ર૧ થી ટેકાના ભાવે મગફળી ખરીદીનો રાજયમાં ૧૪પ કેન્દ્રો પરથી પ્રાર઼ભ થનાર છે. જેની પુર્વ તૈયારીને આખરી ઓપ અપાયો છે.

ગયા વર્ષે મગફળી વેચવા માટે ૪.૭૧ લાખ ખેડુતોએ નોંધણી કરાવેલ. આ વખતે આજે બપોર સુધીમાં ૪.પ૭ લાખ ખેડુતોએ ઓનલાઇન નોંધણીનો છેલ્લો દિવસ છે. આજની સ્થિતિએ ગયા વર્ષ કરતા ૧પ હજાર જેટલા ખેડુતો ઓછા નોંધાયા છે.

મગફળી ખરીદી માટે નિગમના કર્મચારીઓ ઉપરાંત જે તે કલેકટર દ્વારા ચુંટણીની જેમ જ સ્ટાફ ફાળવણી થશે. નિગમે પોતાના ૧૦૦ જેટલા નિવૃત કર્મચારીઓની પણ મદદ લીધી છે. ખરીદી પ્રક્રિયા ૯૦ દિવસ ચાલશે. ખેડુતોને નાણાની ચુકવણી ક્ષતીરહીત અને ઝડપી બનાવવા માટે પ્રથમ વખત પબ્લીક ફંડ મેનેજમેન્ટ સીસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. ગીર-સોમનાથ અને પોરબંદર જીલ્લામાં ભારે વરસાદના કારણે મગફળીનો પાક બગડી  જતા બન્ને જિલ્લાઓમાં આ વખતે ગયા વર્ષ કરતી ૫૦ ટકા જેટલી જ નોંધણી થઇ છે. જુનાગઢ જિલ્લામાં પણ ૩૦ ટકા જેટલા ઓછા ખેડુતો નોંધાયા છે.

(3:49 pm IST)