Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન ઓળખકાર્ડ સિવાય ૧૧ પુરાવા રજુ કરી શકશે

રાજકોટ, તા.૧૯ : ભારતનાં ચૂંટણી પંચ, નવી દિલ્હીના આદેશથી આપવામાં આવેલ નિર્દેશ અનુસાર ગુજરાત રાજયમાં તા.૩નવેમ્બરના ૦૧-અબડાસા, ૬૧-લીંબડી, ૬૫-મોરબી, ૯૪-ધારી, ૧૦૬-ગઢડા (અ.જા.), ૧૪૭-કરજણ, ૧૭૩-ડાંગ (અ.જ.જા) તથા ૧૮૧-કપરાડા (અ.જ.જા) વિધાનસભા મતવિભાગોની પેટા ચૂંટણીમાં મતદાન મથક ખાતે મતદાન કરતા પહેલાં જેઓને મતદાર ફોટો ઓળખકાર્ડ EPIC ઇસ્યુ કરવામાં આવે છે તેવા તમામ મતદારો ઓળખ પ્રસ્થાપિત કરવા મતદાર ફોટો ઓળખકાર્ડ EPIC રજૂ કરી મતદાન કરી શકશે. મતદાર ફોટો ઓળખકાર્ડ EPIC રજૂ ન કરી શકે તેવા મતદારોએ નીચે જણાવ્યા મુજબના ૧૧ દસ્તાવેજો પૈકી કોઇ એક દસ્તાવેજ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે રજુ કરી શકશે.

જેમાં આધારકાર્ડ, મનરેગા હેઠળ કાઢી આપવામાં આવતું જોબ વર્ક, બેન્ક/પોસ્ટ ઓફીસ તરફથી કાઢી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે કાઢી આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર (National Population Register) અન્વયે આરજીઆઇ દ્વારા કાઢી આપવામાં આવતું સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન દસ્તાવેજ, કેન્દ્ર/ રાજય સરકાર / જાહેર ક્ષેત્ર ઉપક્રમો/ જાહેર લિમિટેડ કંપનીઓ તરફથી કર્મચારીઓને કાઢી આપવામાં આવતા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, અને સંસદ સભ્યો/ ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ અધિકૃત સરકારી ઓળખપત્રો રજુ કરી શકશે.

Overseas electors તરીકે નોંધણી થયેલ મતદારે મતદાન મથકે ફકત 'અસલ પાસપોર્ટ' રજૂ કરીને તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે તેમની યાદીમાં જણાવ્યુ છે.

(4:10 pm IST)