Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વડોદરાના દુમાડ ચોકડી ઉપર જુની અદાવતમાં ફાયરીંગઃ 3 વ્‍યકિતને ઇજા થતા સારવારમાં

વડોદરા: શહેરની દુમાડ ચોકડી પર બે ટોળાં વચ્ચે ઘર્ષણ થયાની ઘટના સામે આવી છે. જેમાં ઘર્ષણ દરમ્યાન ફાયરિંગ થયાનું સામે આવ્યું છે. જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ફાયરિંગ કર્યાનું માનવામાં આવી રહ્યું છે. બે જૂથ વચ્ચેની અથડામણમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. એવું કહેવાઇ રહ્યું છે કે, રૂપિયાની લેતીદેતીમાં આ ઘટના ઘટી હશે. જો કે આ ઘટનામાં 3 લોકોને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જો કે હાલમાં આ ઘટના અંગેની તપાસ માટે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસ દ્વારા હાલમાં આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(4:49 pm IST)