Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મોડાસાના કોલેજ રોડ પર એટીએમમાં ધુમાડા નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી

મોડાસા: શહેરના કોલેજ રોડ ઉપર આવેલા બેંકના એટીએમ માં કોઈ કારણોસર ધુમાડા નીકળતા આસપાસ લોકોમાં દોડધામ મચી હતી.જોકે આ બનાવ વખતે કોઈ ગ્રાહક એટીએમમાં ન હોઈ કોઈ અનિચ્છનિય ઘટના ઘટી ન હતી.પરંતુ અગમ્ય કારણોસર એટીએમ મીશનમાં લાગેલી આગથી અને સેન્ટરમાંથી નીકળતા ધુમાડાને લઈ અફડા તફડી ભર્યો માહોલ જોવા મળ્યો હતો.આ ઘટનાને પગલે બેંકના અધિકારીઓ દોડી પહોંચ્યા હતા.અને જરૃરી પગલા ભરાયા હતા. આધુનિક યુગમાં જેટલી સગવડો ટેકનોલોજીને લઈ વધી છે. તેજ રીતે કેટલીક સમસ્યાઓ પણ સર્જાતી જોવા મળી રહે છે.

મોડાસા નગરના માર્કેટયાર્ડના મુખ્ય ગેટની સામે માર્ગ પર આવેલા એક બેંકના એટીએમ માં રવિવાર સવારે અચાનક ધુમાડા નીકળવા માંડતાં જ આસપાસના લોકો ફફડી ઉઠયા હતા અને દોડધામ  મચી હતી.જોકે આ આગથી ધુમાડા નીકળવાના બનાવ વખતે એટીએમ સેન્ટરમાં કોઈ ગ્રાહક ન હતો.પરંતુ એટીએમ મશીનમાં થી ધુમાડા નીકળતાં અને એક્સિસ બેંકના અધિકારીઓને જાણ થતાં સ્થાનિક અધિકારીઓ આ સ્થળે દોડી આવ્યા હતા.

(5:28 pm IST)