Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગાંધીનગરમાં સિવિલમાં ક્રિકેટ પર સટ્ટો રમતા શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી રોકડ જપ્ત કરી

ગાંધીનગર: શહેરમાં હાલમાં ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટાની પ્રવૃતિ વધી છે ત્યારે પોલીસ મોબાઈલ એપ્લીકેશન મારફતે ઠેકઠેકાણે સટ્ટો રમી રહેલા શખ્સોને પકડી રહી છે. ત્યારે ગાંધીનગર એલસીબી-રની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સિવિલ કેમ્પસમાં આવેલા જયઅંબે જવેલર્સની દુકાન આગળ અને રાજસ્થાન રોયલ અને રોયલ ચેલેનજર બેંગલોર વચ્ચે રમાતી મેચ ઉપર એક શખ્સ સટ્ટો રમી રહયો છે જે બાતમીના પગલે દરોડો પાડી હેમંતકુમાર રમણલાલ સોની રહે.એફ-૧૦૩ સાલ્વિક શુકન સોસાયટી, વાવોલને ઝડપી પાડયો હતો તેની દુકાન આગળ બેસીને તે સટ્ટો રમતો હતો. તેને આઈડી અને પાસવર્ડ મહેસાણા વિજાપુરના વિપુલ પટેલ આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મોબાઈલ અને રોકડ કબ્જે લીધા હતા. 

(5:29 pm IST)