Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

આણંદ:અમુલ રેડી રોડ નજીક બે અજાણ્યા શખ્સોએ મુસાફરના સ્વાંગમાં મહિલાને રિક્ષામાં બેસાડી ચપ્પુની અણીએ સોનાની ચેઇન લૂંટી લેતા ગુનો દાખલ

આણંદ: અમૂલ રેડી રોડ પર બે અજાણ્યા શખ્સોએ મુસાફરનો સ્વાંગ રચી એક મહિલા અને તેની ભાણીને બેસાડયા બાદ છરી બતાવી સોનાની ચેઇનની લૂંટ ચલાવી હતી. ફરિયાદ ટાઉનમાં નોંધાઇ હતી. જેના પગલે રિક્ષામાં લૂંટ ચલાવતી ટોળકીને પકડવા કવાયત હાથ ધરી હતી.

આણંદ ટાઉન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રિક્ષામાં છરીની અણીએ લૂંટ ચલાવતા બે શખ્સોની બાતમી મળતા પોલીસે રવિ હિમતભાઇ કાવિઠીયા રહે. કુજાડ ગામ રાઇસ મીલ પાસે તા. દસ્ક્રોઇ અને અજય દિલુભાઇ દાંતણીયા રહે. કુંભારખાણ તળાવ રેલવે સ્ટેશન પાસે મહેમદાવાદની અટક કરી બે મોબાઇલ, રિક્ષા, સોનાની ચેઇન સહિત રૃા. ૧.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(5:30 pm IST)