Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સુરતના અલથાણમાં મિત્રની કાર કિડનીની સારવાર કરાવવા માટે લઇ જઈ બરોબર વેચી દેતા વિશ્વાસઘાત કર્યાનો ગુનો દાખલ

સુરત: શહેરના અલથાણમાં રહેતા જમીન દલાલના મિત્રએ કિડનીની સારવાર માટે અમદાવાદ જવાનું છે. એમ કહી મારૂતિ બલેનો કાર લઇ જઇ બારોબાર વેચી દઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

અલથાણ ગાર્ડન નજીક હરિઓમ નગરમાં રહેતા જમીન દલાલ દર્શન નરેશ પારેખ (ઉ.વ. 42) નો ધંધાદારી મિત્ર યોગેશ ગમનલાલ શેઠ (ઉ.વ. 52 રહે. 19, પિરામીડ સોસાયટી, ઉગત કેનાલ રોડ) ગત તા. 14 ના રોજ પોતાની વેગન આર કાર નં. જીજે-5 એઆર-7795 દર્શનને આપી હતી અને દર્શનની મારૂતિ બલેનો કાર નં. જીજે-5 આરઇ-1272 અમદાવાદ કિડનીની સારવાર માટે જવાના બ્હાને લઇ ગયો હતો. કાર ત્રણેક દિવસમાં પરત આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ યોગેશ કાર લઇ પરત આવ્યો ન હતો અને દર્શને પરિવાર સાથે બહારગામ જવું હોવાથી યોગેશ પાસે કાર પરત આપવા મોબાઇલ પર કહ્યું હતું. પરંતુ યોગેશ આજકાલમાં આપી જઇશ એમ કહી વાયદા કર્યા હતા.

(5:47 pm IST)