Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વડોદરાના આજવા રોડ પર પરિણીતાને અન્ય પુરુષો સાથે સંબંધ રાખવાની ના પાડનાર પતિ પર પત્નીનો હુમલો

વડોદરા: શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાને અન્ય પુરુષો સાથે અનૈતિક સબંધો હોવાથી વારંવાર ઝઘડા થતા હતા પત્ની લેખિતમાં પતિ સમક્ષ માફી માગી ફરીથી આવી ભૂલ નહીં કરે તેવી કબુલાત કરી હતી.

એક સરકારી કચેરીમાં આવશો સિંગમાં નોકરી કરતા શખ્સના લગ્ન 15 વર્ષ પૂર્વે થયા હતા લગ્ન જીવન દરમિયાન બે સંતાનો પણ છે પત્નીના અનૈતિક સંબંધો પતિને જાણમાં આવી જતા બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યાર બાદ પત્નીએ જાતે તારીખ 20-05-2015 ના રોજ બાહેધરી લખી આપી હતી કે પોતાની ભૂલ થઈ ગઈ છે અને આવી રીતે ભૂલ થાય નહીં. ગત 22મી સપ્ટેમ્બર આ મહિલા ફરીથી ગુસ્સે થઈને બાળકો અને સાસુ સસરા જોડે ઝઘડો કરતી હતી જેની જાણ થતાં પતિ ઘરે આવ્યો હતો અને પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઉશ્કેરાયેલી પત્નીએ પતિને જ બે-ત્રણ સમાચાર મારી દીધા હતા આ અંગે પતિએ બાપુ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જેની પ્રાથમિક તપાસ બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(5:34 pm IST)