Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વડોદરાના તરસાલી શાકમાર્કેટમાં લારી ઉભી રાખવા જેવી નજીવી બાબતે બે શખ્સો બાખડ્યા: જાહેરમાં મારામારી થતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના તરસાલી શાકમાર્કેટમાં લારી ઉભી રાખવાના મુદ્દે બે  લારીવાળા વચ્ચે ઝઘડો થતા જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે શાકભાજી ખરીદવા આવેલા લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

તરસાલી  સ્લમ ક્વાટર્સમાં રહેતા  રવિસાગર ગૌતમભાઇ સાધુ અને તેમના  બે ભાઇ તરસાલી શાકમાર્કેટમાં શાકભાજીની લારી ઉભી રાખી ગુજરાન ચલાવે છે. ગત રાત્રે તેમની બાજુમાં જ લારી ઉભી રાખતા હરિશ મહીડા અને તેમનો પુત્ર અમિતે રવિસાગર સાથે ઝઘડો કર્યો હતો કે તારી શાકભાજીની લારી અહીયાથી હટાવી લે ત્યારબાદ રવિસાગરના ભાઇ વિકાસને  પણ તેની લારી હટાવી લેવાનું કહી ધમકી આપી હતી કે, તમને હું તરસાલીમાં ધંધો કરવા દઉ નહીં. ક્યાંક મળશો તો તમને પતાવી દઇશ. અમિતે શાકભાજી તોલવાના કાટલા વડે રવિને માથામાં ઇજા  પહોંચાડી હતી. અમિત દારૃના નશામાં હોવાનો આક્ષેપ પણ  ઇજાગ્રસ્તે કર્યો હતો. દરમિયાન પોલીસ આવી જતા મામલો થાળે પાડયો હતો.

(5:57 pm IST)