Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

દેડીયાપાડાના સિંગલોટી નાકા પાસેથી દારૂની હેરાફેરી કરતા 2 શખ્શોને ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડીયાપાડા તાલુકાના નાનીસિગલોટી ગામના મુખ્ય માર્ગ પર નાકા પાસે દારૂની હેરાફેરી કરતા શખ્શોને ડેડીયાપાડા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે જેમાં(૧)સતીષ ભયજીભાઇ વસાવા ( રહે-તરોપા, તા.નાંદોદ ) તથા (૨) મુન્નાભાઈ દિનેશભાઇ વસાવા (રહે-મહુડીપાડા,તા.નાંદોદ )એ પોતાની હીરો હોન્ડા મો.સા. નંબર નં.જી.જે.ર૨- બી-૮૪૫૪ ઉપર એક મીણીયા થેલામાં વિદેશી દારૂ કિંમત રૂ.૧૦,૫૪૦ તથા મો.સા.કિ.રૂ.૩૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૪૦,૫૪૦નો પ્રોહી.ના મુદામાલ સાથે દેડીયાપાડા પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(10:29 pm IST)