Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વડોદરા શહેરમાં સસ્તા ઓઈલના કારણે સફેદ ધુમાડા કાઢતી 43 રીક્ષાઓને ડિટેઇન કરવામાં આવી

વડોદરા:શહેરમાં દોડતી રિક્ષાઓમાં સસ્તા ઓઇલના કારણે સફેદ ધુમાડાઓ નીકળતા હોય છે.ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર ડ્રાઇવ રાખવામાં આવતી હોય છે.ગઇકાલે રાખેલી સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન ૪૩ રિક્ષાઓ ડિટેન કરવામાં આવી છે.

સસ્તા એાઇલના કારણે રિક્ષાઓમાંથી ઝેરી અને સફેદ ધુમાડા નીકળતા હોય છે.કેટલીક વાર તો ચાર રસ્તાના ટ્રાફિક સીગ્નલ પર જો આવી રિક્ષા આગળ આવીને ઉભી હોય તો ટુ વ્હીલર ચાલકને આ પ્રદૂષિત ધુમાડાની અસર ભોગવવી પડે છે.ગઇકાલે ટ્રાફિક પોલીસ દ્વારા સફેદ ધુમાડા કાઢતી રિક્ષા વિરૃદ્ધ સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવી હતી.તે દરમિયાન શહેરના અલગ અલગ પોઇન્ટ પરથી ૪૩ રિક્ષાઓ ડિટેન કરવામાં આવી હતી.અને ૧૨ રિક્ષાચાલકો પાસેથી છ હજાર રૃપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

(5:12 pm IST)