Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ગુજરાત સરકાર કરેલ ડોક્ટરોના વેતન તથા મેડિકલ ક્ષેત્રે તમામ કર્મચારીના વેતન વધારાને આવકારતા સી આર પાટીલ

ગુજરાતના તમામ હોસ્પિટલ/નર્સિંગ હોમને કોરોના સારવારની મંજૂરીનો મુખ્યમંત્રીનો નિર્ણય આવકારદાયક: સી આર પાટીલ

અમદાવાદ : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા આજે લેવામાં આવેલા નિર્ણય જેમાં ગુજરાતમાં આવેલી કોઇપણ હોસ્પિટલ કે નર્સિંગ હોમ કોરોના ની સારવાર કરી શકશે જે નિર્ણય ખરેખર પ્રજાલક્ષી અને હાલની પરિસ્થિતિ માટે યોગ્ય સમયે લેવાયેલો નિર્ણય છે તેમજ કોરોના ની સારવાર માં રહેલા ડોક્ટર સહિત પેરામેડિકલ સ્ટાફ આઉટસોર્સિંગ સ્ટાફ અને વર્ગ-૪ના કર્મચારીઓને ૨૫થી ૩૦ ટકા જેટલો હંગામી વેતન વધારો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો જેને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આવકાર્યો હતો .

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં જ્યારે સરકારી તેમજ રજિસ્ટર્ડ કોરોના હોસ્પિટલમાં બેડ ની અછત છે ત્યારે આવા સમયમાં તમામ હોસ્પિટલોમાં સારવાર ની મંજૂરી આપવી એ સમયની તાતી જરૂરિયાત હતી તેમજ પ્રજાની કોરોના કાળ ની જરૂરિયાત પૂર્ણ કરી શકાશે સાથે સાથે જેને આપણે કોરોના ના ફ્રન્ટ વોરિયર કહીએ છીએ એવા ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ ની પણ સેવાને બિરદાવવાનો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે જે પ્રશંસનીય કાર્ય છે

(11:35 pm IST)