Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ટ્રેક્ટરની લોન કરવાના બહાને શીરના ખેડૂતના નામે 53.25 લાખની લોન લઈને પચાવી પાડી

વાલિયા તાલુકાના શીર ગામના અભણ આદિવાસી ખેડૂત સાથે છેતરપીંડી

 

ભરૂચ: વાલિયા તાલુકાના શીર ગામના અભણ આદિવાસી ખેડૂત કારીયા પાંચીયા વસાવાને રાજપારડી ખાતે આવેલ શિવશક્તિ ઈન્ડોફાર્મ ટ્રેક્ટરના ડિલર કિરીટસિંહ મોતીસિંહ મહિડાએ તેના વાલિયા તાલુકાના વાંદરીયા ગામના એજન્ટ મગન કોયલા વસાવા દ્વારા ટ્રેક્ટરની લોન કરાવી આપવાના બહાને વાલિયા અને ભાલોદ બેન્ક ઓફ બરોડાની શાખાઓમાંથી અલગઅલગ લોનો માટેના પુરાવાઓમાં રમેશ કારીયા અને તેના પિતાની સહીઓ કરાવી ખોટી રીતે છેતરીને અંગૂઠાઓ પડાવી જમીનના અસલ દસ્તાવેજો સાથે ચેડા કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેમની જમીનના ત્રણ ખાતાના 7/12 અને 8 મૂકી 53.25 લાખની લોન કરી પચાવી પાડી હતી. વાલિયાના તે સમયના અધિકારીઓ વિરૂધ્ધ 406 ,409, 420 ,467 ,468,471,120 B અને 114 મુજબની કલમો લગાવી કાયદેસર ગુન્હો નોંધી તેની તપાસ વાલિયા પીઆઈ બી.એમ.રાઠવા કરી રહ્યા છે.

(1:02 am IST)