Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

સુરતમાં ફરી એકવાર ડીંડોલીના રાકેશ વાઘમારે નામના બુટલેગર પર જીવલેણ હુમલાની ઘટના બનતા ચકચાર

અંગત અદાલતમાં હુમલો થયાનું તારણ : ચપ્‍પુના ઘાની ગંભીર ઇજાને કારણે ઇજાગ્રસ્‍ત બુટલેગરને હોસ્‍પિટલમાં ઘસેડાયો : પોલીસ ઘટના સ્‍થળે પહોંચી

 સુરત: ક્રાઇમ સિટી સુરતના લિંબાયતમાં વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે. ડીંડોલીના રાકેશ વાઘમારે નામના બુટલેગર ઉપર લિંબાયત ચોક વિસ્તારમાં જીવલેણ હુમલો કરાયો છે. અંગત અદાવતમાં રાહેશને ચપ્પુના ઘા ઝીંકતા ગંભીર રીતે ઘવાયો છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ઘાયલ યુવક રાકેશને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. રાકેશની હાલત ખુબજ નાજુક હોવાની વિગત જાણવા મળી રહી છે.

પ્રાપ્ત માહિત અનુસાર, રાકેશ પોતાની બાઈક પર લિંબાયતથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા બે શખ્સોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પા વડે ક્રૂરતા પૂર્વક કરાયેલા આ હુમલામાં રાકેશ ગંભીર રીતે ઘવાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, લાડકાના ફટકા અને પથ્થરો વડે તેનું મોઢું છૂંદી નાખવમાં આવ્યું હતું. જો કે, બચાવ માટે રાકેશે ફાયરિંગ કર્યું હતું. જે જોતા હુમલો કરવા આવેલા બંને શખ્સો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાકેશને તાત્કાલીક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કયા કારણો સર રાકેશ પર હુમલો કરવામાં આવ્યો હતો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ આ મામલે લિંબાયત પોલીસ તપાસ કરી રહી છે અને હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

(2:02 pm IST)