Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

બારડોલી હાઇવે પરથી રૂ. 15.13 લાખના દારૂ સાથે ટ્રક ઝડપી પાડતી સુરત રેન્જ ઓપરેશન ગૃપ

સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનની નજરથી બુટલેગરો બચી નહી શકે

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ :સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન દારૂ તેમજ અસામાજીક તત્વોને પૂરવામાં માહિર છે તે સમાજના દૂષણોને દૂષણ સમજનાર અધિકારી છે.સુરત ઓપરેશન ગૃપે બાતમીના પગલે બારડોલી તાલુકાના હિડોલિયા ગામમાં હાઇવે પર આવેલી હોટેલના પાર્કિંગમાં ઉભી રહેલી ટ્રકમાંથી રૂ. 15.13 લાખની માતબર રકમનો દારૂ પકડી પડ્યો હતો. આસાથે તેમણે ટેમ્પા ચાલકને પકડી પાડ્યો હતો. 

સુરત મહાનિર્દેશક સુરત વિભાગના માર્ગદર્શન હેઠળ ડિટેક્શન ગૃપના પીએસઆઇ  જી. આર. જાડેજા, એએસઆઇ મહાદેવ કિશનરાવ, એએસઆઇ મહેન્દ્ર, હેડ કોન્સ્ટેબલ બિપીનભાઇ, દિપકભાઇ, કોન્સ્ટેબલ દશરથભાઇ વગેરેએ હાથ ધરેલા પેટ્રોલિંગમાં બારડોલી તાલુકાના હિડોલીયા ગામની હદમાં આવેલી હોટેલ વે-વેઇટની સામેના પાર્કિંગમાં એક ટેમ્પામાં દારૂ હોવાની બાતમી મળી હતી. આ બાતમીના પગલે તેમણે ત્યાં ઉભા રહેલા ટેમ્પો (નં. એમ એચ -18-બીજી-2743)ની ચકાસણી કરતા તેમાંથી દારૂના 290 બોક્સમાં 9912 બોટલો કિં. રૂ. 15.13 લાખનો મળી આવ્યો હતો. આ દારૂ સાથે તેમણે તેના ચાલક મોઇનુદ્દીન ગુલમોહમદ મન્સુરીની ધરપકડ કરી હતી. 

આ જથ્થા સંદર્ભે તેને પુછતાં તેણે જણાવ્યું કે, દારૂનો આ જથ્થો વાપીના આલમે ભરાવી આપ્યો હતો. જેને રાજપીપળા ગામે દિનેશ ચિત્રોલાને પહોંચાડવાનો હતો. જેના પગલે પોલીસે વાપીના આલમ અને રાજપીપળાના દિનેશ ચિત્રોલાને વોન્ટેડ જાહેર કર્યા છે.

(12:03 pm IST)