Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

દેત્રોજના ઓઢવ ખાતે સેવા સપ્તાહ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયુ

૫૦ કાર્યકર્તા ભાઇઓ, બહેનો દ્વારા ગામમાં સફાઇ કરવામાં આવી

તસવીરઃ- ચૌતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના ઓઢવ ગામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહ ઉજવણી અંતર્ગત સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. ૫૦ કાર્યકર્તા ભાઇઓ, બહેનો દ્વારા ગામમાં સફાઇ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેત્રોજ તાલુકા સંગઠન પ્રમુખ લખુભા સોલંકી, મહામંત્રી  નરેન્દ્રભાઈ પટેલ, નવુભા સોલંકી, બટુકસિંહ સોલંકી, પટેલ રસિકભાઈ,  સરપંચ  મહેન્દ્રભાઈ પટેલ, હેમાબેન, મહેન્દ્રસિંહ સોલંકી, કિરીટસિંહ સોલંકી, ગ્રામ પંચાયતના સભ્યો, મહિલા મંડળના બહેનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(5:22 pm IST)