Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

રત્નકલાકાર સામે ૧૨ લાખના હીરા ચોરીની ફરિયાદ કરાઈ

પુછપરછ વખતે ઢોર માર માર્યો હતો : રત્નકલાકાર દ્વારા પોલીસ કમિશનરને ફરિયાદ કરતા તેની વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઈ હોવાનો આક્ષેપ કરાયો

સુરત, તા.૨૦ : સુરતમાં હીરાની ચોરી મામલે એક રત્નકલારને વગર ફરિયાદે હીરા કાઢવાં માટે સોપારી લઈને માર મારવાની ઘટના સામે આવી હતા જોકે રત્નકલાકાર દ્વારા આ મામલે પોલીસ કમિશનરને ફરિયાદ કર્યા બાદ પોલીસે પોતાનો બચાવ કરવા માટે હીરા ફેકટરીના માલિકની ફરિયાદ લઇને રત્નકલાકર વિરુદ્ધ રૂપિયા ૧૨ લાખના હીરા ચોરીની ફરિયાદ કરી દાખલ કરાઈ. મૂળ ભાવનગરના વતની અને સુરતમાં અડાજણ પાલ આરટીઓ સામે રાજગ્રીનહીલ્સ  રહેતા  રાહુલભાઇ રણછોડભાઇ કળથીયા કતારગામ કેસરબા માર્કેટ ડાયમંડ હાઉસ એચ/૨૦ માં હીરાનું કારખાનું ધરાવે છે.

           તેમના કારખાનામાં ૪૪ કર્મચારી અને બે મેનેજર કામ કરે છે બે દિવસ પહેલા તેમના કારખાનામાં રૂપિયા ૧૨ લાખના હીરાની ચોરી થઈ ગયાનું સામે આવતા તેમને ચોરીની શકા કારખાના માં કામ કરતા મેનેજર ભરત મોરડીયા પર હતી. ભરત છેલ્લા બે વર્ષથી કામ કરતો હતો જોકે કાચા હીરા તૈયાર કરી તેને બોઇલીંગ કરી બાદમાં અન્ય મેનેજર સંજયભાઈને પરત આપવાના હોય છે. બોઇલીંગ માટે રાત્રે ભરતભાઈ જ હીરા લઈ જઈ પ્રોસેસ બાદ બીજા દિવસે સવારે પરત કરે છે અને તેમના વિભાગમાં અન્ય કોઈ જઈ શકતું નથી. દરમિયાન, સંજયભાઇએ ગત ૧૧ મી ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે ભરતભાઈને રૂ.૧૧,૯૯,૯૮૧ ની મત્તાના ૮૩.૧૩ કેરેટ હીરા બોઇલીંગ માટે આપ્યા હતા.

(7:46 pm IST)