Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

સુરત પોલીસને મોટી સફળતા ડેટા ક્લોનિંગ મશીન દ્વારા ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી રકમ ઉપાડતી ગેંગ પકડાઈ

ATM માંથી રૂપિયા ઉપાડતી બિહારની આંતરરાજ્ય ગેંગ ફ્લાઈટમાં અવર જવર કરતી હતી

સુરત શહેરમાં એ.ટી.એમ માંથી કાર્ડ રિડરની ચોરી કરી તેના ડેટાથી ક્લોનિંગ મશીન દ્વારા ડુપ્લિકેટ એટીએમ (ATM) કાર્ડ બનાવી લોકોના ખાતામાંથી એટીએમમાંથી રૂપિયા ઉપાડતી આંતરરાજ્ય ગેંગને સુરત શહેર ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી છે, બિહારની આ ગેંગ ફ્લાઈટમાં અવર જવર કરતી હતી.સુરત જ નહીં પરંતુ બિહાર, યુપી અને દિલ્હી સુધી લોકોની રૂપિયા ઉપાડી લેતી હતી, સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત કેટલાક પોલીસ મથકોમાં એવી ફરિયાદ નોંધાય હતી કે ફરિયાદીઓના બેન્ક એકાઉન્ટમાંથી કોઈએ રૂપિયા ઉપાડી લીધા છે, જ્યારે તેમણે કોઈપણ ટ્રાન્ઝેક્શન જ કર્યુ ન હતુ.

સતત મળતી ફરિયાદોને પગલે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જે બેન્કોમાં ઘટના બની હતી તે બેંકો, એટીએમ (ATM) સેન્ટરોની તપાસ કરી હતી. તેની સાથે જ હિટાચી કંપનીનો સંપર્ક કરી ડુપ્લિકેટ એટીએમ (ATM) કાર્ડ દ્વારા બેંક ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડ કરી લેતા વ્યક્તિનો સુધી પહોચવાના પ્રયત્નો હાથ ધર્યા હતાં.

આમાં ટેકનિકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી ફુટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે પીએસઆઇ ડી. એમ.રાઠોડ તેમજ કોન્સ્ટેબલ નિતેશ તનશુખભાઈ અને  હિંમત ખીમાભાઈને માહિતી મળી હતી કે મૂળ બિહારના ગયા જિલ્લાના ટંનટુપા ગામના બીટ્ટુ કુમાર નવીનસિંગ ભૂમિહાર, હિમાંશુ શેખર ભૂમિહાર, મુરારીકુમાર વિજય પાંડે, રીતુરાજસિંગ ઉર્ફે બીટુ નિરજસિંગ ભૂમિહાર અને સોનકુમારસિંગ બિપિનસિંગ ભૂમિહાર એજ ગેંગના સભ્યો છે, જે એટીએમ કાર્ડ ક્લોન કરી લોકોના રૂપિયા ઉપાડી લેતાં હતાં.

આ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર આર સરવૈયાએ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીની પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે વોન્ટેડ આરોપી મનિષકુમાર સાથે મળી બિહારથી દિલ્હી અને દિલ્હીથી સુરત ફ્લાઈટ મારફતે આવીને સુરત શહેરમાં ડીંડોલી, ઉધના, લિમ્બાયત, સચિન, સચિન જી.આઈ.ડી.સી, પાંડેસરા, પુણા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ આવેલ એન.સી.આર કંપનીના એક્સિસ બેન્કના એટીએમ (ATM) ટાર્ગેટ કરીને ચોરી કરતી હતા. તેઓએક્સિસ બેન્કના એટીએમ મશીનનુ હૂડ ડુપ્લિકટ ચાવી વડે ખોલી એટીએમમાંથી (ATM) પૈસા ઉપાડતા હતા.

કાર્ડ ધારકોના ડેટા ચોરી કરવા એટીએમના કાર્ડ રીડરમાં ચીપ ઇન્સર્ટ કરી કાર્ડનો ડેટા કોપી કરી ચોરી કરતુ સ્કીમર ડીવાઇસ ફીટ કરતા હતાં. જ્યારે કોઈ વ્યક્તિ એટીએમમાં કેશ ઉપાડવા આવતો ત્યારે તે વ્યક્તિઓની આજુ બાજુમાં ઉભા રહી જઇ તે વ્યક્તિના કાર્ડનો પીન નંબર તથા એટીએમ કાર્ડ પર રહેલા છેલ્લા ચાર ડિજિટ જોઇ લખી લેતા હતા.

એટીએમ મશીનોમાંથી કાર્ડ રીડર ચોરી કરી તે ચોરી કરેલ પીન નંબર તથા કાર્ડ નંબરો ની માહિતી તથા સ્કીમર મશીન દ્વારા ચોરી કરેલા ડેટાની માહિતી સરખાવી એટીએમ કાર્ડનો આખો નંબર તથા તેનો ચોરી કરેલ પીન નંબરની માહિતીના આધારે દિલ્હી તથા બિહાર જઇ પોતાની પાસેના ચોરીના એટીએમ કાર્ડમા રાઇટર સોફ્ટવેરના મદદથી સ્કીમર મશીન દ્વારા એકત્રિત કરેલા એટીએમના ડેટાની માહિતી બ્લેક કાર્ડમા રાઇટ કરી તે એટીએમ કાર્ડ ક્લોન કરીને દિલ્હી-ફિરોઝપુર જઈ એટીએમમાંથી પૈસા ઉપાડી લેતાં હતાં.

સુરત ઉપરાંત મુબઈ, દિલ્લી, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાં આ રીતે ગુનાઓ કર્યા હતાં. શહેરમાં જેની તપાસ અલગ હાલ અલગ ચાલુ પોલીસ છે, આ સાથે બેંકમાંથી ઉપાડી લઈ ઘરફોડ કરી તથા અન્ય મળી કુલ દસ અરજીઓ આરોપીઓ સામે મળી છે, જેનો ભેદ ઉકેલાય ગયો છે. હાલમાં પણ તેમજ આરોપીઓ એ સચિન જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ એકિસસ બેન્કના એટીએમ માં સ્કિમર લગાવેલ છે.

પોલીસ તપાસમાં સુરત શહેરના ડીડોંલી પોલીસ સ્ટેશન, પાંડેસરા પોલીસ સ્ટેશન, લિંબાયત પોલીસ સ્ટેશનના ચાર ગુના તથા ડુપ્લીકેટ એટીએમ કાર્ડ દ્વારા પડાવી લીધાના પાંડેસરા પોલીસ સ્ટેશન, ઉધના પોલીસ સ્ટેશન, પુણા પોલીસ સ્ટેશન, પાંડેસરા પોલીસ સ્ટેશન, ડીડોંલી પોલીસ સ્ટેશન અને ડી.સી.બી પોલીસ સ્ટેશનના ગુનાઓ કર્યાની કબૂલાત કરી હતી.આરોપીઓ ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યના અલગ અલગ પોલીસ મથકોમાં વોન્ટેડ છે.

(8:52 pm IST)