Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

પારડી પોલીસ સ્ટેશન ખાતે સાવચેતીના પગલે કોવીડ-૧૯ એન્ટીજન ટેસ્ટનો કેમ્પ રખાયો

ડીવાયએસપી એમ. એન. ચાવડાએ પણ ટેસ્ટ કરાવ્યો : કુલ 45 અધિકારીઓ-કર્મચારીઓના ટેસ્ટ થયા : તમામના નેગેટીવ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન ખાતે કોવીડ-૧૯ એન્ટીજન ટેસ્ટનો કેમ્પ રાખવામાં આવેલ હતો જેમા કુલ-૪૫ અધિકારી/કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવેલ હતા. અને તમામના કોવીડ-૧૯ રીપોર્ટ નેગેટીવ આવેલ હતા જેમાં ડીવાયએસપી  એમ. એન. ચાવડાએ પણ ટેસ્ટ કરાવ્યો હતો.જેમાં પારડી પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ શક્તિસિંહ ઝાલા તેમજ પોલીસ જવાનોએ પણ સાવચેતીના પગલે ટેસ્ટ કરાવ્યો હતો
 

(9:03 pm IST)