Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વડોદરા જિલ્લાના સાવલી સહીત ડેસર તાલુકામાં 10 વર્ષીય કન્યાને ભાગ અપાવવાની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમની પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી

વડોદરા:જિલ્લાના સાવલી તેમજ ડેસર તાલુકામાં ૧૦ અને ૧૭ વર્ષની કન્યા પર દુષ્કર્મ ગુજારાયું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બળાત્કાર ગુજારનાર બંને હવસખોરોની ધરપકડ કરી છે.

અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના પરથમપુરા ગામમાં રહેતો ૨૫ વર્ષનો યુવાન નવનીત ભલાભાઇ મકવાણા એક ઘરમાં ઘુસી ગયો હતો અને ઘરમાં રહેતી ૧૦ વર્ષની કન્યાને ઇંડા પુલાવ આપવાની લાલચ આપી શારીરિક અડપલા કરી બળાત્કાર ગુજાર્યો હતો. અંગે બૂમાબૂમ થતા આખરે લોકો ભેગા થઇ ગયા હતાં. બનાવની ફરિયાદ સાવલી પોલીસમાં થતા પોલીસે નવનીતની અટકાયત કરી છે.

અન્ય બનાવમાં ડેસર તાલુકાના ભાટપુરા ગામમાં રહેતો સંદિપ મનહર ગોહિલ ૧૭ વર્ષની એક સગીરાના ઘરમાં જઇ તને ચંપાબા બોલાવે છે તેમ કહી સગીરાને ચંપાબાના ઘેર લઇ જઇ સગીરાના બંને હાથ પકડી ચૂંબન કરવા લાગ્યો હતો અને શારીરિક અડપલા કરી બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાને ખેંચની બીમારી હોવાથી થોડો સમય તે અસ્વસ્થ રહ્યા બાદ હકીકતની જાણ થતાં તેણે બૂમાબૂમ કરતા ગ્રામજનો ભેગા થઇ ગયા હતા જો કે હવસખોર નવનીત ફરાર થઇ ગયો હતો. અંગે ડેસર પોલીસમાં ફરિયાદ થતા આખરે પોલીસે સંદિપને ઝડપી પાડયો હતો.

(6:03 pm IST)