Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

આંકલાવ તાલુકાની નવાખલ ચોકડી નજીક પતિએ પત્નીના પ્રેમીના ફોટો પાડવા જતા પરિવારના સભ્યો પર પત્નીના પ્રેમીનો હુમલો

આંકલાવ:તાલુકાની નવાખલ ચોકડી નજીક પતિ દ્વારા પત્ની તેમજ પ્રેમીનો ફોટો પાડવા જતા પત્ની તેમજ પ્રેમીએ પતિના પરિવારજનો પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ આંકલાવ પોલીસ દફતરે નોંધાયો છે.

બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ નવાખલ ખુશાલભાઈ જમનાદાસ  સોની વડોદરા શહેરમાં માંડવી નરસિંહજીની પોળમાં રહે છે. ગત શનિવારના રોજ સવારના સુમારે તેઓ પરિવાર સાથે કાર લઈ કુળદેવીના દર્શન કરવા ભાદરણ આવવા નીકળ્યા હતા ત્યારે આંકલાવ તાલુકાની નવાખલ ચોકડી પાસે તેઓના પુત્ર અશ્વિનભાઈની પત્ની માનસીબેન અને તેનો પ્રેમી કાંતિભાઈ ચાવડા નાસ્તો કરવા બેઠા હતા. જેથી અશ્વિનભાઈ કોર્ટનો છૂટાછેડાનો કેસ ચાલતો હોઈ પુરાવારૃપે ફોટો રજૂ કરવા ગાડીમાંથી નીચે ઉતરી ફોટોગ્રાફી કરવા ગયા હતા ત્યારે ઉશ્કેરાઈ ગયેલ માનસીબેને તેઓને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. સમયે પ્રેમી કાંતિભાઈ વરસિંહભાઈ ચાવડાએ અશ્વિનભાઈ સાથે ઝઘડો કરી લાફો ઝીંકી દીધો હતો. ઝઘડામાં દક્ષાબેન વચ્ચે છોડાવવા પડતા તેઓના વાળ ખેંચતા ઈજાઓ પહોંચી હતી. વધુમાં કાંતિભાઈ ચાવડાએ ખુશાલભાઈને પ્લાસ્ટીકનું ટેબલ મારી ઈજાઓ પહોંચાડી હતી. જેથી ખુશાલભાઈ સોનીએ બનાવ અંગે આંકલાવ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે માનસીબેન અશ્વિનભાઈ સોની અને કાંતિભાઈ ચાવડા વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:07 pm IST)