Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

જ્યુસના બોક્સમાં લઈ જવાતો ૩૦ લાખનો દારૂ ઝડપાઈ ગયો

રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઊડાવતા બૂટલેગર્સ : બગોદરા હાઈવે પર રદી મીણિયા કોછળામાં સંતાડી રાજકોટ લઈ જવાતો ૧૩ લાખનો દારૂ પોલીસ દ્વારા જપ્ત

અમદાવાદ, તા. ૨૦ : અમદાવાદ ગ્રામ્ય પોલીસને દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. ગ્રામ્ય એલસીબીની ટીમે બગોદરા-તારાપુર ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી એલોવીરા જ્યુસના બોક્સમાં સંતાડી લઈ જવાતો દારૂનો શ્ ૩૦ લાખનો જથ્થો પકડી પાડ્યો હતો. જ્યારે આરઆર સેલની ટીમે બગોદરા હાઈવે પર રોહીકા ચોકડી નજીકથી રદ્દી થયેલી મીણીયાના કોથળામાં સંતાડી રાજકોટ લઈ જવાતો શ્ ૧૩ લાખનો દારૂ પકડ્યો હતો. આમ, બંનેમાં મળી કુલ ૧૦ હજાર કરતા વધુ દારૂની બોટલો પકડી બંને ટ્રકના ડ્રાઈવરોની ધરપકડ કરી છે.

અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવની સૂચના અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં નશાબંધી અટકાવવા માટે એલસીબી પીઆઈ આર.જી. ખાંટ અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે એલસીબીની ટીમે બગોદરા-તારાપુર ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી ટ્રકમાં એલોવીરા જ્યુસ માર્કાના પૂંઠાના બોક્સમાં સંતાડેલી દારૂની બોટલ નંગ- ૫૪૮૪ કિં.શ્ ૨૯.૨૬ લાખનો પકડી પાડ્યો હતો. દારૂની હેરફેર કરતા જશવીરસીંગ વાલ્મિકી (..૪૨, રહે. પંજાબ)ને પકડી પાડ્યો હતો. પોલીસે ટ્રકમાંથી દારૂ ઉપરાંત એલોવીરા જ્યુસના પેકેટ નંગ-૯૬ કિં. શ્ ૧૩ હજાર, ટ્રક કિ.શ્ ૧૦ લાખ મળી કુલ શ્ ૩૯.૪૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને મોકલવામાં આવવાનો હતો તે અંગે આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના આરઆર સેલના પી.એસ.આઈ. ડી.અને. રાવલ તથા સ્ટાફે બાતમીના આધારે બગોદરા હાઈવે ઉપર રોહીકા ચોકડી નજીકથી ટ્રકમાં રદ્દી થયેલી મીણીયાના કોથળાઓની આડમાં રાજકોટ તરફ લઈ જવાતી દારૂની બોટલ નંગ- ૪૫૬૦ કિં.શ્ ૧૩.૬૮ લાખની પકડી પાડી હતી. દારૂના જથ્થા સાથે આરઆર સેલની ટીમે ડ્રાઈવર ગુરપ્રિતસિંગ સંગર (રહે. પંજાબ)ની ધરપકડ કરી છે. વિદેશી દારૂનો જથ્થો અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવી રાજ્યમાં પ્રવેશ કરાવવા મથતા બૂટલેગરોએ રદ્દી થયેલા મીણીયાના થેલાઓનો ઉપયોગ કરી દારૂ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરઆર સેલની ટીમે દારૂ ઉપરાંત ટ્રક, રોકડ અને મોબાઈલ મળી કુલ શ્ ૧૮.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને મોકલવામાં આવનાર હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(8:45 pm IST)