Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

નાંદોદમાં આદર્શ નિવાસી શાળા પાસે બાઈક ચાલકને લડતા પશુઓએ અડફેટમાં લેતા ઇજા બાદ સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા)-રાજપીપળા : નાંદોદ તાલુકાના ફૂલવાડી ગામ નજીક આદર્શ નિવાસી શાળા પાસેથી મો.સા.નં.GJ.22.E.2908 લઈ પસાર થતા રણજીતભાઇ ગોપાલભાઇ તડવી ( ઉં.વ.૨૪) ( રહે.ફુલવાડી ) ને અંધારામા ગાય અને આખલો ઝગડતા પશુઓ અચાનક દોડી આવતા અડફેટમા લેતા મો.સા. ઉપરથી ડામર રોડ ઉપર પડી જતા માથામા તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સારવાર માટે ખસેડાયા હતા ત્યાં તેમનું મોત થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:00 pm IST)