Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

નેકસ્ટ જેન એર્ટીગા : આકર્ષક લુકવાળી આકારનું દેશભરમાં ૫.૫લાખનું વેચાણ

(કેતન ખત્રી) અમદાવાદ : શહેરી અને સ્ટાઇલિસ્ટ  ભારતને મોહિત કરવા માટે બનાવાયેલ, મારૂતિ સુઝુકીની નેકસ્ટ-જેનર્ટિગાઇ તેની સ્ટાઇલિસ્ટ, આરામદાયક અને ટેકનિકલનું મિશ્રણ છે જેણે ગ્રાહકોના દિલ જીતીને દેશનું નંબર ૧ એમપીવી બન્યું છે. એર્ટિગા એ  છેલ્લાં ૨ વર્ષમાં સપ્ટેમ્બર -૨૦ સુધીમાં  ૫.૫ લાખ ગ્રાહકો સાથે બજારનું નેતૃત્વ જાળવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૨-૨૨માં લગભગ ૪૭% જેટલું માર્કેટ શેર સાથે એમપીવી સેગમેન્ટમાં એક ગોલ  બનાવ્યું છે.

મારૂતિ સુઝુકીની એર્ટિગાએ ઉત્ત્।મ ડિઝાઇન, સંવેદનાઓ અને ટેકનિકલ ક્ષમતાઓનો પુરાવો છે.જેઓ મહત્વાકાંક્ષી હોય છે, તેવા ગ્રાહકો બ્રાંડની વેલ્યુને સમજી શકે છે. આરામદાયક  અને લાગણીથી સજ્જ હોય. તે કુટુંબની સાથે વ્યવસાયની જરૂરિયાતોને પણ પૂરૃં કરે છે.

મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના એકિઝકયુટિવ ડિરેકટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) શ્રી શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે, 'વર્ષોથી બ્રાન્ડ એર્ટિગાએ તેની આકર્ષક સ્ટાઈલીસ્ટ શૈલી, જગ્યા, આરામ, સલામતી અને ઉપયોગિતાવાદી એમપીવીની કલ્પનાને ટેકનિકલ સુવિધાઓથી સજ્જ નવી વ્યાખ્યા આપી છે. ભારતની પ્રથમ કોમ્પેકટ એમપીવી તરીકે, એર્ટિગા નવીનતાનો વારસોને સાચવી રાખ્યું છે. ૫.૫ લાખનું વેચાણ નોંધપાત્ર માઇલસ્ટોન તેની સફળતાની સાક્ષી છે. ખરીદીનો નિર્ણય લેતી વખતે, ગ્રાહકો યુવી સાથેના એમપીવીઓને ક્રોસ-વિચારણા કરે છે. દેશમાં ટોચના વેચતા યુવી સાથે ક્રોસ-વિચારણા હોવા છતાં, એર્ટિગાએ બજારમાં વર્ચસ્વ જમાવ્યું છે અને સેગમેન્ટમાં તેનો બજારહિસ્સો વધાર્યો છે.

(2:52 pm IST)