Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સુરતના સૈયદપુરા વિસ્તારમાં નવી મોપેડ પર પત્નીની પાછળ બેસી સાસરે જવું કાપડના વેપારીને ભારે પડ્યું: બાઈક પર આવેલ ત્રણ ગઠિયા વેપારીના ગળામાંથી સોનાની ચેઇન તફડાવી છૂમંતર.....

સુરત: શહેરના સૈયદપુરા વિસ્તારમાં રહેતો જીન્સનો વેપારી ગત મંગળવારે મોડીરાત્રે નવી મોપેડ ઉપર પત્નીની પાછળ બેસી સાસરે જતો હતો. ત્યારે ઈચ્છાનાથ એસવીએનઆઈટી કોલેજની સામે પલ્સર બાઈક ઉપર આવેલા 3 અજાણ્યા વેપારીના ગળામાંથી રૂ.25 હજારની ચેઇન તોડી ફરાર થઈ ગયા હતા. ચેઇન તોડનાર યુવાને પહેલા ખભે હાથ મુક્યો હતો પણ મિત્ર હશે તેમ માની વેપારીએ ન જોયું અને થોડી જ સેકન્ડોમાં ચેઇન તૂટી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના સૈયદપુરા પોલીસ ચોકીની બાજુમાં અલહસન એપાર્ટમેન્‍ટ ઘર નં.401 માં રહેતો અને વરીયાળી બજારમાં જીન્સનો વેપાર કરતો 33 વર્ષીય સોહેલ સોકત કાદરી ગત મંગળવારે રાત્રે રેસ્ટોરન્ટમાં જમી નવી નંબર વિનાની મોપેડ ઉપર પત્ની મુબીનાબીબીની પાછળ બેસી સાસરે જતો હતો ત્યારે ઈચ્છાનાથ એસવીએનઆઈટી કોલેજની સામે કોઈકે તેના ખભા ઉપર હાથ મુક્યો હતો. સોહેલે કોઈક મિત્ર હશે તેમ માની પાછળ જોયું ન હતું અને થોડીવારમાં જ હાથ મુકનારે તેના ગળામાંથી માત્ર 28 દિવસ પહેલા ખરીદેલી રૂ.25 હજારની કિંમતની સોનાની 5.5 ગ્રામની ચેઇન તોડી હતી અને પલ્સરબાઈક ઉપર તેના બે સાથી સાથે સરગમ શોપીંગ સેન્ટર ફ્લાયઓવર બ્રિજ નીચેથી ભાગી છૂટ્યો હતો. બનાવને પગલે સોહેલની પત્ની ગભરાઈ જતા સોહેલે તે સમયે પોલીસ ફરિયાદ કરી ન હતી.

(5:54 pm IST)