Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

રાજપીપળાના પૌરાણિક હરસિધ્ધિ માતાના મંદિરે કોરોના મહામારીના કારણે નવરાત્રીમાં મેળો, ગરબા બંધ રહેશે.

દર્શન માટે આવતા ભક્તોને કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ પ્રવેશ આપી આરતી થશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોનાના કહેરના કારણે રાજ્યમાં આ વર્ષે મેળા કે ગરબાના આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે રાજપીપળા શહેરના પૌરાણિક હરસિધ્ધિ માતાના મંદિર ખાતે દર વર્ષે ભરાતો મેળો કે ગરબા પણ બંધ રહેશે જ્યારે મંદિરમાં નવરાત્રી દરમિયાન ત્રણ ટાઈમ આરતી થશે પરંતુ ભક્તો ફક્ત બે આરતીમાં જ ભાગ લઈ શકશે જ્યારે રાત્રે 12 વાગ્યે થતી આરતી ફક્ત પૂંજારી કરશે પૂજા અને આરતીમાં સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક સહિત કોવિડ-19 નું પાલન થશે અને મંદિરમાં તળાવ વાળા એક ગેટથી ભક્તોને પ્રવેશ અપાશે જ્યારે આર એસ કમ્પાઉન્ડ સામેના બીજા ગેટથી ભક્તો બહાર જશે જ્યારે સ્કૂલ તરફનો ત્રીજો ગેટ વિકલાંગ, બીમાર કે કોઈ વીઆઈપી માટે ખુલ્લો રહેશે ,ગેટ ઉપર ખાસ સેનેટાઇજરની પણ વ્યવસ્થા રાખવામાં આવશે જ્યારે માતાજીના દર્શન માટે ભક્તો સવારે 6.30 થી રાત્રે 8 સુધી મંદિરમાં પ્રવેશી શકશે.તેમ જાણવા મળ્યું છે.

(10:14 pm IST)