Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મેક ઇન ઇન્ડિયાની સાથે આપણે એસેમ્બલ નહીં ,પરંતુ ઇન્વેન્ટેડ ઇન્ડિયા થવાની જરૂર: પદ્મવિભૂષણ માશેલકર

ડો. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મ જયંતિના ઉપલક્ષમાં જીટીયુ દ્વારા ઇ લેકચર યોજાયું

 

અમદાવાદ: નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના ચેરમેન તથા પદ્યવિભૂષણ ડો. આર. . માશેલકરને જણાવ્યું હતું કે, ગાંધીયન એન્જિનિયરિંગના આત્મવિશ્વાસથી આત્મનિર્ભર સુધીની સફર ખેડી શકાય છે. ગાંધીજીના સ્વદેશી અપનાવવાના મૂળ મંત્રને યાદ કરતાં કહ્યું કે, મેક ઇન ઇન્ડિયાની સાથે સાથે આપણે એસેમ્બલ નહીં પણ ઇન્વેન્ટેડ ઇન્ડિયા થવાની જરૂર છે. ઇન્વેન્ટેડ ઇન્ડિયાના મંત્રથી ભારતને અન્ય કોઇ દેશ પર નિર્ભર રહેવાની જરૂર પડશે નહીં, જે ભારતની અર્થવ્યવસ્થામાં મોટા પ્રમાણમાં ફાયદાકારક નીવડશે.

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન તરીકે જાણીતા ડો. .પી.જે. અબ્દુલ કલામની જન્મ જયંતિના ઉપલક્ષમાં ગાંધીયન એન્જિનિયરિંગ પાથ ટુ આત્મનિર્ભર ભારત વિથ આત્મવિશ્વાસ વિષય પર લેકચરનું આયોજન કરાયું હતું. વિષય તજજ્ઞ અને કાર્યક્રમના મુખ્ય મહેમાન ડો. માશેલકરે વધુમાં કહ્યું હતું કે, ગ્રામ્ય સંસ્કૃતિ અને સામાન્ય માણસની જીવન જરૂરિયાતના ઉપકરણોમાં પણ ઇનોવેશનને વધુ ભાર આપવા માટે તેમણે જણાવ્યું હતું.

તેમણે જીટીયુને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ટૂંકા સમયગાળામાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં જીટીયુએ રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી છે. જીટીયુ દ્રારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેલેન્ટ અને ટ્રસ્ટ બંને મેળવ્યા છે.

કાર્યક્રમના ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાત રાજયના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ હરિત શુક્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત માત્ર ઉત્પાદનમાં પણ રિસર્ચ અને સ્ટાર્ટઅપમાં પણ સતત અગ્રેસર રહ્યું છે. જીટીયુના વિવિધ સ્ટાર્ટઅપ પેન્ડામિક સમયમાં પણ ખૂબ ઉપયોગી નીવડયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જીટીયુએ ઈનોવેશન , સ્ટાર્ટ અપ તેમજ ટેક્નિકલ શિક્ષણમાં અનેક પુરસ્કાર મેળવ્યા છે. વર્ષ-2017માં ચેન્નઈ ખાતે નેશનલ સ્ટાર્ટ અપ સમિટ દ્વારા યોજાયેલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં જીટીયુ દ્વિતિય સ્થાન પર રહ્યું હતું. પુરસ્કારના ઉપલક્ષમાં જીટીયુને નેશનલ સ્ટાર્ટઅપ સમિટ દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના માનમાં 12 લેક્ચર સિરીઝનું આયોજન કરવા માટેની અનુમતિ અપાઈ હતી.

ગઇકાલ તારીખ 15 ઑક્ટોમ્બરના રોજ સિરીઝનું 7મું લેક્ચરગાંધીયન એન્જિનિયરિંગ : પાથ ટુ આત્મનિર્ભર ભારત વીથ આત્મવિશ્વાસવિષય પર યોજાયુ હતું. જેમાં અધ્યક્ષ સ્થાને જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ તથા જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર, જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતાં.

(12:48 am IST)