Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મુકાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી આજ થી ફરી ખુલ્લું મુકવામાં આવ્યું છે જેમાં કોવિડ-19 ની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આજ થી સ્ટેચ્યુ ઑફ યુનિટી પ્રવાસી માટે ખુલ્લું મુકવામા આવ્યું છે જે મોટા શહેરો માંથી આવતા પ્રવાસીઓ માટે આનંદ ના સમાચાર કહી શકાય કોવિડ-૧૯ ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સીંગ ની ચુસ્ત જાળવણી માટે પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત રાખવાનું જરૂરી બન્યું  હોવાથી દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓની મર્યાદામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે.જે પૈકી માત્ર  ૫૦૦ પ્રવાસીઓને ૧૯૩ મીટરના લેવલ પર આવેલ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટો દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટીકીટીંગ વેબસાઇટ www.soutickets.inઉપરથી મળી શકશે. પ્રવાસીઓને તેમણે જે બે કલાકના સ્લોટની ટીકીટ ખરીદેલ હોય તે જ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે.

પ્રવાસીઓને કેવડીયા ખાતે ટીકીટ બારી પરથી રૂબરૂમાં ટીકીટ ઈસ્યુ કરવામાં આવે નહીં જેની ખાસ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. કુલ 5 સ્લોટ છે જેમાં સવારે - 8 થી 10,10 થી 12,12 થી 2,2 થી 4 અને 4 થી 6 આમ પ્રત્યેક સ્લોટમાં - 500 પ્રવાસીને પ્રવેશ એન્ટ્રી ટિકિટ -400 ( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી વ્યુઇંગ ગેલેરી - 100 પ્રવાસી સમગ્ર દિવસમાં - 2000 એન્ટ્રી ટિકિટ(ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી અને 500 વ્યુઇંગ ગેલેરી પ્રવાસી સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટના દર જે પહેલા હતા હાલ પણ એજ રાખવામાં આવ્યા છે તેમ જાણવા મળ્યું છે.

(3:39 pm IST)