Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

વડોદરા: અગમ્ય કારણોસર બાઇકપર જતા યુવકોએ કાર ચાલકને માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત: ગુનો દાખલ

વડોદરા: શહેરનામકરપુરા આકાશવાણી પાછળ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા જીજ્ઞોશ અંબાલાલ કપ્તાન સુરત જિલ્લા પંચાયતમાં નોકરી કરે છે. ગઇકાલે તે કાર લઇને બીલગામ જવા નીકળ્યા હતા. ત્યાંથી પરત આવતા સમયે ચાપડ ગામ ત્રણ રસ્તા પાસે સામેથી ત્રણ સવારી આવતા બાઇક ચાલકે હાથ બતાવી કાર જોઇને ચલાવવા ઇશારો કર્યો હતો.

થોડીવારમાં આ બાઇક ચાલક ફરીથી આવ્યો હતો અને જીજ્ઞોશની કાર આંતરી ફરીથી ઝઘડો શરૃ કર્યો હતો કે તું કાર કેમ બરાબર ચલાવતો નથી? અને ડંડા વડે માર માર્યો હતો. દરમિયાન આજુબાજુથી લોકો દોડી આવતા જીજ્ઞોશને વધુ મારમાંથી બચાવ્યો હતો. હુમલાખોરનું નામ અલ્પેશ ગંભીરભાઇ વસાવા (રહે. નવીનગરી તલસટ) હોવાનું જાણવા મળતા જીજ્ઞોશ પંચાલે તેની સામે ફરિયાદ નોંધાવી છે.

(5:21 pm IST)