Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ભિલોડામાં કેનેરા બેંકના એટીએમને નિશાન બનાવી ગઠિયાએ ટેક્નિકેલ છેડછાડથી 1.97 લાખની રકમ ઉપાડી લેતા પોલીસ ફરિયાદ

ભિલોડા: ખાતે આવેલા કેનેરા બેંકના એટીએમમાં અવાર નવાર પ્રવેશી એટીએમ કાર્ડના ઉપયોગ દ્વારા પોતાના ખાતામાંથી ઉપાડેલ પૈસા ન ઉધરે તેવી રીતે ટેકનિકલ છેડછાડ કરી રૂ.૧.૯૭ લાખની રકમ ઉપાડી લેવાતાં ચકચાર મચી છે.બેંક મેનેજરે અજાણ્યા એવા બે ગઠીયાઓ વિરૂધ્ધ ભિલોડા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં આ છેતરપીંડી અને વિશ્વાસઘાતની નવી ટેકનિક ને લઈ પોલીસે આઈ.ટી.એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.અને આ ચકચારી ગુનાની વધુ તપાસ જિલ્લા પોલીસ ના સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપને સોંપાઈ હતી.

આ તપાસણીમાં આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉમંરના મોંઢા ઉપર માસ્ક અને  ટી-શર્ટ પહેરેલા બે શખ્સો દ્વારા એટીએમ કાર્ડ  મશીનમાં નાખી કોઈ ટેકનીક વડે પોતાના ખાતામાંથી પૈસા ઉધરે નહી પરંતુ મશીન માં દર્શાવ્યા મુજબની કેશ ઉપાડી લઈ આ ગુનો આચરાયો હોવાનું જણાઈ આવ્યું હતું.આ ફ્રોડથી ચોંકી ઉઠેલા બેંક સત્તાવાળાઓએ રૂ.૧.૯૭ લાખની રકમની બેંક સાથે છેતરપીંડીવિશ્વાસઘાત કરનાર આ ગઠીયાઓ વિરૂધ્ધ ફરીયાદ કરવાનો નિર્ણય કર્યો હતો. ભિલોડા કેનેરા બેંકના મેનેજર સુરજકુમાર અશોકકુમાર કુમાર હાલ રહે.પટેલ સોસાયટી,ભિલોડા મૂળ રહે.કવાર્ટર નં.ટી.૧૫/૪,લાલપુર રાંચી,ઝારખંડ નાઓએ પોલીસ સ્ટેશને આ પ્રકરણે ફરીયાદ નોંધાવી હતી. ભિલોડા પોલીસે એ.ટી. એમ.ટેકનોલોજી સાથે છેડછાડ કરી ઈલેકટ્રોનિક માધ્યમથી ખાતામાંથી પૈસા ડેબીટ નહી કરાવી રૂ.૧.૯૭ લાખ ઉપાડી લઈ એટીએમ ટેકનોલોજીનો તેમજ ઈલેકટ્રોનિક માધ્યમનો દુર ઉપયોગ કરનાર આ અજાણ્યા બંને ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.અને આ ચકચારી પ્રકરણે ઈન્ડીયન  પીનલ કોડ કલમ નં.૪૦૬,૪૨૦,૧૧૪ તથા આઈ. ટી. એકટ ૬૬(સી),(ડી) હેઠળના ગુનાની તપાસ જિલ્લા એસઓજી પોલીસ ઈન્સ્પેકટરને સોંપવામાં આવી હતી.

(5:26 pm IST)