Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મેડિકલ અને આયુર્વેદમાં ઉપયોગી સપ્તપર્ણીના ર લાખ વૃક્ષોનું સુરતમાં કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણઃ ઔષધી બનાવવા માટે પાંદડા - છાલ અને ફુલનો ઉપયોગ

સુરતઃ સુરત શહેર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં સુરતના મુખ્ય રસ્તાઓ તેમજ આંતરિક રસ્તાઓ પર તમને ચારે તરફ સપ્તપર્ણીના વૃક્ષો જોવા મળશે. એનુ કારણએ છે કે, તેનું પ્લાન્ટેશન વર્ષ ર૦૦રની શરૂ કરવામાં આવ્યું હતું. આજ દિવસ સુધી અંદાજે કુલ ર લાખથી વધુ સપ્તપર્ણીના વૃક્ષો સુરત શહેરમાં વાવવામાં આવ્યા છે. શહેરમાં એક પણ વિસ્તાર એવો નથી કે જયાં આ વૃક્ષોનું વાવેતર કરવામા ન આવ્યું હોય, આ છોડનું માતબર સંખ્યામાં પ્લાન્ટેશન કરવા પાછળ ખાસ કારણ છે.

સપ્તપર્ણીનું રાસાયણીક નામ એલ્સટોનિયા સ્કોલારિસ છે. તેના પ્રત્યેક ગુચ્છમાં સાત પર્ણો આવે છે. જેને કારણે તેને સપ્તપર્ણી કહેવાય છે આ વૃક્ષના ફુલોની સુગંધ વાતાવરણમાં એવી રીતે પ્રસરે છે કે, ત્યાંથી પસાર થનાર તમામને તેનો અહેસાસ થાય છે. વળી સપ્તપર્ણીના ફુલનો ઉપયોગ માત્ર પૂજા અર્ચના માટે જ નહિ, પરંતુ અનેક રીતે કરવામાં આવે છે જેમ કે આયુર્વેદમાં પણ વૃક્ષના પાંદડા, છાલ અને ફુલનો ઉપયોગ કરીને અનેક ઔષધિઓ બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ ચામડીના રોગમાં તેમજ શરીરના આંતરિક અવયવો માટે કરવામાં આવે છે.

. આદિવાસીઓનું માનવું છે કે જો પ્રસૂતિ પછી છાલનો રસ માતાને આપવામાં આવે તો દુધનું પ્રમાણ વધે છે.

. તેની છાલનો ઉકાળો પીવાથી શરીરના દર્દ અને તાવમાં રાહત મળે છે.

. સપ્તપર્ણીની છાલનો રસ દાદર, ખંજવાળ અને ખંજવાળમાં રાહત આપવા માટે પણ વપરાય છે. છાલનો રસ સિવાય તેના પાંદડાઓનો રસ ખંજવાળ, દાદ, ખંજવાળ વગેરેને નાબુદ કરવા માટે પણ ખૂબ અસરકારક છે.

. ઉપરાંત શરદી અને તાવ આવે એ સમયે સપ્તપર્ણીની છાલ, ગિલોયની દાંડી અને લીમડાના આંતરિક છાલનો ઉકાળો પીસીને દર્દીને આપવાથી તાત્કાલીક રાહત મળે છે.

. આ સિવાય ઝાડાની ફરીયાદ માટે સપ્તપર્ણીની છાલનો ઉકાળો દર્દીને આપવો જોઇએ, જેનાથી ઝાડા તરત જ બંધ થઇ જાય છે.ઉકાળાનું પ્રમાણ ૩ થી ૬ મિલી હોવું જોઇએ અને દર

. ચાર કલાકે ઓછામાં ઓછું ત્રણ વખત આપવું જોઇએ.

ગાર્ડન વિભાગના અધિકારી ડો. એસ.જી.ગૌતમે કહ્યું કે, ખાસ કરીને સુરતના રાંદેર રોડ પર, એલ.પી.સવાણી રોડ પર, કતારગામમાં ડભોલી રોડ પર તેમજ અમરોલી વિસ્તારમાં પણ આ સુગંધી વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ૧પ ઓકટોબર સુધી વૃક્ષો વધુ ફુલ રહે છે. વળી તે મેડિકલ ક્ષેત્રમાં પણ વિશેષતા ધરાવે છે. વૃક્ષ એવરગ્રીન વૃક્ષો છે અને પૂર, વાવાઝોડું વગેરે આફતોમાં પણ તેને અસર થતી નથી. આ વૃક્ષના ફુલોનો આયુર્વેદિક દવાઓ માટે તેનો ઉપયોગ કરાય છે. આદિવાસી વિસ્તારોમાં આ વૃક્ષોના ફુલનું દૂધ પ્રસુતિત મહિલાને આપવામાં આવે છે.

(5:45 pm IST)