Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજના અંતર્ગત ધી કડવાસણ સેવા સહકારી મંડળી લી માં ટ્રેકટર તેમજ ખેતીનાં સાધનોનું મુહુર્ત કરાયુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સરકારશ્રીની એગ્રો સવિઁસ પ્રોવાઈડર યોજના અંતર્ગત ધી કડવાસણ સેવા સહકારી મંડળી લી. તાલુકો માંડલ ખાતે ટ્રેકટર તેમજ ખેતીનાં અન્ય સાધનોનું નવદિપસિંહ ડોડીયાના વરદ હસ્તે મુહુર્ત કરવામાં આવ્યું હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે, ખેતીમાં મજુરોની અછત સર્જાતી જાય છે અને મશીનોની જરૂરિયાત વધતી જાય છે. તમામ કૃષિ સાધનો વસાવવા એ દરેક ખેડૂત માટે શક્ય થઇ શકતુ નથી. આવા સંજોગોમાં ગુજરાત સરકારે નવી યોજના અમલી કરી છે. જેમાં સરકાર માન્ય એક એગ્રો સર્વિસ પ્રોવાઇડર કાર્યરત કરવામાં આવે છે. આ એગ્રો સર્વિસ પ્રોવાઇડર પાસેથી જે-તે વિસ્તારના ખેડૂતોને ખેતીમાં વપરાતા ટ્રેકટર, સહિતના નક્કી કરેલા ખેતીના સાધનો ભાડેથી મળી રહેશે.

(6:00 pm IST)