Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

વલસાડ એલ.સી.બી.એ પ્લાસ્ટિકના દાણાની આડમાં સંતાડી લઈ જવાતો રૂ.21.68 લાખનો દારૂ ઝડપયો

વલસાડ એસપી રાજદીપસિંહ ઝાલાની સૂચનાથી એલસીબી પીઆઇ ડી.ટી. ગામીતના માર્ગદર્શન મુજબ પીએસઆઇ સી. એચ. પનારા, એએસઆઈ મિયામહમદ ગુલામ રસુલ શેખ, હેડ કોન્સ્ટેબલ વિજય શાલિગ્રામ, કોન્સ્ટેબલ સ્વપ્નિલ અને રીતેશે બાતમીના પગલે ગુંદલાવ ચાર રસ્તા પાસે નાકાબંધી હાથ ધરી હતી.

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ એલસીબી એ બાતમીના પગલે અધધ કહી શકાય એટલી દારૂની 15,180 બોટલો કિ. રૂ. 21.68 લખનીઝડપી પાડી હતી. આ દારૂનો જથ્થો પ્લાસ્ટિક ના દાણાની આડમાં સંતાડી લઈ જવાતો હતો.

  વલસાડ એસપી રાજદીપસિંહ ઝાલાની સૂચનાથી એલસીબી પીઆઇ ડી.ટી. ગામીત ના માર્ગદર્શન મુજબ પીએસઆઇ સી. એચ. પનારા, એએસઆઈ મિયામહમદ ગુલામ રસુલ શેખ,  હેડ કોન્સ્ટેબલ વિજય શાલિગ્રામ, કોન્સ્ટેબલ સ્વપ્નિલ અને રીતેશે બાતમીના પગલે ગુંદલાવ ચાર રસ્તા પાસે નાકાબંધી હાથ ધરી હતી. આ નાકાબંધી માં તેમણે એક ટ્રક ન. HR55Q2433 ને અટકાવી તેની જડતી લીધી હતી. જેમાંથી તેમને પ્લાસ્ટિકના દાણા ની પાછળ રાખેલી દારૂની 15189 બોટલો કી. રૂ. 21.68 લાખની મળી આવી હતી. જેના પગલે તેમણે ટ્રક ચાલક રૂપેન્દ્ર સિંઘ ગુરુદેવ સિંઘ અને બળદેવસિંઘ હરભજનસિંઘ ને પકડી પાડી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(5:02 pm IST)
  • આસામના તમામ સરકારી મદ્રેસા સ્કૂલોમાં ફેરવાશે : પ્રાઇવેટ મદ્રેસાને કોઈ અસર નહીં થાય : મદ્રેસા બંધ કરવા મામલે થયેલી બબાલ બાદ શિક્ષણ મંત્રી હેમંત બિસવાની ઘોષણાં access_time 7:25 pm IST

  • અંતે જેટ એરવેઝને નવા બોસ મળી ગયા : કાલરોક-મુરારીલાલ જલાન કોન્સોરતટીયમ નજીકના ભવિષ્યમાં જેટના વિમાનો ઉડાડવા પ્લાન કરી રહ્યાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે. access_time 5:08 pm IST

  • પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ ટ્વિટ કરી નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી : નવરાત્રીના પાવની પર્વની શુભેચ્છાઓ, જગત જનની માતા જગદંબા તમામના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો સંચાર કરે જય માતાજી access_time 3:27 pm IST