Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોના વળગ્યો : કડીના ધારાસભ્ય કરશન સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધતા બે દિવસનો કરફ્યૂ લગાવાયો છે તેવામાં ભાજપના વધુ એક ધારાસભ્ય કોરના પોઝિટિવ આવ્યા છે. કડીના ધારાસભ્ય કરશન સોલંકી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે કડીના ધારાસભ્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્ય કરશન સોલંકીની તબિયતમાં હાલ સુધારો છે. કોરોના પોઝિટિવ આવતા તેમને અમદાવાદ ખાતે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(10:28 am IST)